Gujaratમાં આ તારીખો દરમિયાન પડશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-05 14:46:28

માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે.ઉપરાંત આવનાર સમયમાં હિમવર્ષા થઈ શકે છે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 

હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? ખેડૂતોની ચિંતા થઈ અને બન્યા  હવામાન નિષ્ણાત – News18 ગુજરાતી

કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. એ વાવાઝોડું  તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ડિસેમ્બરના એન્ડ સુધીમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 

અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ 

મહત્વનું છે કે ચક્રવાતને કારણે ભારતના અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. તમિલનાડુ,ચૈન્નઈ સહિતના રાજ્યો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં વરસાદ એટલો બધો વધારે છે કે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આજે બપોરે ચક્રવાત ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને લઈ તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.