ગદર-2 ફિલ્મ પહેલા ગદર ફિલ્મને રિલીઝ કરવાનો કરાયો નિર્ણય, જાણો શા માટે લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-12 16:46:43

થોડા સમય પહેલા સની દેઓલની આગામી ફિલ્મ ગદર-2નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનો ફસ્ટલૂક પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની 22 વર્ષ બાદ ફરી એક વખત રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની પ્રોડકશન કંપનીએ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગદર-2 પહેલા ગદર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 


2001માં રિલીઝ થઈ હતી ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ એક્શનથી ભરપૂર હોય છે. તેમની એક્શન લોકોને પસંદ પણ આવે છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરને લોકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગદર-2 ફિલ્મ રિલીઝ થવા જવાની છે. પરંતુ ગદર-2 પહેલા ગદર ફિલ્મને ફરી એક વખત રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

गदर: एक प्रेम कथा

ગદર-2 પહેલા રિલીઝ થશે ગદર ફિલ્મ 

આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીશા પટેલ પણ નજર આવશે. થોડા સમય પહેલા ગદર-2નો ફસ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં જૂના ફિલ્મની જેમ જ તેઓ નજરે પડી રહ્યા છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે પરંતુ ટ્રેલર કયારે રિલીઝ થશે તે અંગે તારીખ જાહેર કરવામાં નથી આવી. ત્યારે મેકર્સે ગદર ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 22 વર્ષ બાદ ફરી એક વખત ગદર ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. 


મેકર્સે કરી આ અંગે જાહેરાત 

આ ફિલ્મને રિલીઝ કરવાનું કારણ એ છે કે લોકોને ગદર ફિલ્મની કહાની ફરી પાછી યાદ આવી જાય. કારણ કે ફિલ્મને  રિલીઝ થયે 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. ગદર-એક પ્રેમ કથા પણ એ જ તારીખે મોટા પડદા પર રિલીઝ થવાની છે જ્યારે પહેલી વખતે થઈ હતી. એટલે ગદર ફિલ્મ 15 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે.    

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે