આયકર વિભાગે થોડા દિવસો પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં રેડ કરી હતી. ઓડિશા અને રાંચી સ્થિત તેમના ઘરે, ઓફિસે સહિતની જગ્યાઓ પર છાપેમારી કરી હતી. રેડ જ્યારે કરી ત્યારે એટલી બધી નોટો મળી આવી જેને જોઈ આંખો પહોળીની પહોળી રહી ગઈ. એટલી બધી નોટો મળી આવી કે ગણવા માટે મશીનનો ઉપયોગ કરવો પડ્યો. એટલી બધી નોટો હતી કે મશીનો પણ બગડી ગયા. છાપેમારી દરમિયાન મળી આવેલી નોટોનો આંકડો 300 કરોડની આસપાસ પહોંચી ગયો છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે અને 500 કરોડને પાર આ આંકડો પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
રેડ દરમિયાન મળી આવ્યા 290 કરોડ રૂપિયા!
ઝારખંડ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે તેમજ ઓફિસમાં ઈન્કમ ટેક્સે રેડ કરી. એવું લાગતું હતું કે થોડા સમયની અંદર આ રેડની કામગીરી પૂર્ણ થઈ જશે પરંતુ અનેક દિવસો પૂર્ણ થયા તો પણ હજી રેડ યથાવત છે. આ રેડ શરૂ થયેલા ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયા છે આજે પણ આ આ કાર્યવાહી ચાલી રહી છે. ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજી પણ આ રેડ ચાલી રહી છે. નોટોના બંડલો મળી રહ્યા છે. રેડ દરમિયાન મળેલી રકમની વાત કરીએ તો આ આંકડો 300 કરોડની આસપાસ પહોંચવા આવ્યો છે. 290 કરોડને પાર તો હમણાંથી આ આંકડો પહોંચી ગયો છે. હજી પણ પૈસાને લઈ શોધખોળ ચાલી રહી છે. રેડ હજી પણ નથી પૂર્ણ થઈ. પીએમ મોદીએ પણ આ મામલે કટાક્ષ કરતી એક ટ્વિટ કરી છે.
500 કરોડને પાર પણ પહોંચી શકે છે આ આંકડો!
સાંસદ પાસેથી એટલી બધી નોટો મળી આવી કે પૈસા ગણવા માટે 30થી 40 જેટલા મશીનો મંગાવ્યા પડ્યા. નકદ ઉપરાંત જ્વેલેરીની સૂટકેસ પણ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરથી શરૂ થયેલી આ રેડ આજે એટલે કે 9 ડિસેમ્બરે પણ ચાલી રહી છે. મશીનો તો મંગાવ્યા પરંતુ તે પણ બગડી ગયા છે. આ રેડમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા કર્મચારીઓ કામે લાગેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે 136 જેટલી બેગો છે જેનું કાઉન્ટિંગ હજી બાકી છે. 176 જેટલી બેગોમાંથી માત્ર 40 બેગોના જ પૈસા ગણવામાં આવ્યા છે હજી બીજી બધી બેગોનું કાઉન્ટિંગ બાકી છે તેવી માહિતી સામે આવી છે. આ આંકડો 500 કરોડને પાર પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી છે. ત્યારે પૈસાની ગણતરી પૂર્ણ થાય તે બાદ ખબર પડે કે કેટલા પૈસા સાંસદને ત્યાંથી મળી આવ્યા.