ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે દરોડા પાડ્યા હતા. રેડ થોડા સમયની અંદર પતી જશે તેવું લાગતું હતું પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ નીકળી. એટલા બધા પૈસા રેડ દરમિયાન મળી આવ્યા કે કેટલા રૂપિયા પકડાયા તેનો આંકડો હજી સુધી નથી મળ્યો. જે પૈસા મળી આવ્યા છે તેને ગણવા માટે 80 લોકોની ટીમ કામ કરી રહી છે પરંતુ વધારાની ટીમ બોલાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અંદાજીત 200 લોકોની ટીમને બોલાવવામાં આવી છે. 370કરોડની આસપાસ તો રૂપિયા ગણાઈ ગયા છે અને હજી તો અનેક બોક્સમાં પડેલા પૈસા ગણવાના બાકી છે. હજી સુધી પાંચ દિવસ તો પૂર્ણ થઈ ગયા છે કેસને ગણતા ગણતા.
80 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે નોટોની ગણતરી
અલગ અલગ જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. છાપેમારી દરમિયાન અનેક વખત પૈસા, સોનું વગેરે જેવી વસ્તુઓ પણ મળી આવતી હોય છે. કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો તે અંગેની જાણકારી ગણતરી કર્યા બાદ આપવામાં આવે છે. અનેક વખત નેતાઓને ત્યાં, સાંસદોને ત્યાં, ધારાસભ્યો, બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. 6 દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ ઠેકાણાઓ પરથી કેસ નળી આવ્યા હતા. 300 કરોડની રોકડ તો ગણાઈ ગઈ છે પરંતુ હજી આ ગણતરી ચાલી રહી છે. અલગ અલગ બેંકોના 80 જેટલા કર્મચારીઓ પૈસા ગણવાનું કામ કરી રહ્યા છે. પૈસા ગણવા માટે મશીનો પણ બોલાવવામાં આવ્યા છે.
#WATCH | Winter Session of Parliament | On over Rs 200 crore cash recovered in the raid on Congress MP Dheeraj Sahu, Congress MP Adhir Ranjan Chowdhury says, "This has nothing to do with the Congress party. It has no connection with the party... The government should investigate… pic.twitter.com/WeYzPNjYpk
— ANI (@ANI) December 11, 2023
આ ઘટના પર કોંગ્રેસે સાધ્યું મૌન!
#WATCH | Winter Session of Parliament | On over Rs 200 crore cash recovered in the raid on Congress MP Dheeraj Sahu, Congress MP Adhir Ranjan Chowdhury says, "This has nothing to do with the Congress party. It has no connection with the party... The government should investigate… pic.twitter.com/WeYzPNjYpk
— ANI (@ANI) December 11, 2023કોંગ્રેસના સાંસદને ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન સામે આવ્યા છે. કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ કેસથી દૂર ભાગી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલામાં તેમની પાર્ટીનું કઈ લેવા દેવા નથી. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિબંદરમે કહ્યું કે ભાજપ આ કેસને કોઈ કારણો વગર કોંગ્રેસ સાથે જોડી રહી છે. જો બેહિસાબી પૈસા મળી આવે તો તે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીને તેમજ તેના કોઈ પણ સાંસદને આનાથી કોઈ લેવા દેવા નથી.
અમિત શાહે આપી પ્રતિક્રિયા
આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ આખું INDIA ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. અને જ્યારે મોદી સરકાર તેમનો ભ્રષ્ટાચાર પકડે છે, ત્યારે આ લોકો એજન્સીઓના દુરુપયોગનો પ્રચાર કરે છે. સંસદ બહાર ભાજપના સાંસદોએ આને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.