વાત ખરાબ લાગશે છે પણ વાત સાચી છે... એક મેગા ડ્રાઈવ માધ્યમિક શાળાની બહાર પણ થવી જોઈએ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 16:32:00

તથ્ય પટેલની વાતો અકસ્માત બાદ દરેક જગ્યાઓ પર થઈ રહી છે. 10 નિર્દોષ લોકોના મોત તથ્ય પટેલની ગાડી નીચે આવતા થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ થઈ કરવામાં આવી, જેમાં હેલ્મેટ વગર, લાઈસન્સ વગરના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નબીરાઓને તેમજ કાયદા તોડનાર લોકોને કાયદાનું ભાન થાય તે માટે આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. રસ્તા પર પોલીસનો મેળાવડો જોવા મળતો હોય છે પરંતુ એક વાત કરવી છે કે જો માધ્યમિક શાળાની બહાર જ્યારે શાળા છૂટતી હોય ત્યારે તપાસ કરવામાં આવે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ મળશે જે નિયમોનો ભંગ કરતા દેખાશે. જો તેમને હમણાંથી કાયદાનું ભાન કરાવામાં આવે તો તે તથ્ય પટેલ થતાં અટકી શકે છે.


આપણા બાપ-દાદાના જમાનામાં.... 

એક જમાનો હતો જ્યારે લોકો ચાલતા પોતાની શાળાએ પહોંચતા હતા. ધીમે ધીમે જેમ માણસની પ્રગતિ થઈ તેમ શાળાએ તે સાયકલ લઈને જતા થયા. આ જમાનો હતો જે કદાચ આપણા બાપ-દાદાએ જીવ્યો હશે. તે વખતે કાયદાનો ભંગ કરવો બહુ મોટો ગુન્હો ગણાતો હતો. પરંતુ ધીમે ધીમે સમય વધુ બદલાયો, આપણને સ્કૂલે મૂકવા આપણા માતા પિતા આવતા થયા. લાવા લઈ જવાની જવાબદારી માતા પિતાએ ઉઠાવી. 


માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાહનો ચલાવતા દેખાય છે. 

પરંતુ હવે તો સમય એકદમ ફાસ્ટ થઈ ગયો છે. કોઈની પાસે સમય નથી, દરેક પોતાની લાઈફમાં બીજી થઈ ગયા છીએ. હવે તો એવો સમય આવી ગયો છે જ્યારે માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ ટુ વ્હીલર્સ લઈને આવતા થયા છે. જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે તેમની ઉમર 18 વર્ષની નથી હોતી. તો પણ તેમના પરિવારના સભ્યો, તેમના માતા પિતા તેમને ગાડીની ચાવી પકડાવી દેતા હોય છે. અને પરિણામે તથ્ય જેવા બાળકો સમાજમાં જન્મે છે. જેમને કાયદાનો કોઈ ડર ન હોય. 


જો શાળા આગળ ડ્રાઈવ કરવામાં આવે તો... 

પોલીસ આવા કાયદા ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે જો સ્કૂલ આગળ આવી કાર્યવાહી કરવામાં આવે તો અનેક બાળકો કાયદાનો ભંગ કરતા નજરે પડશે. લાઈસન્સ વગરના, નાની ઉંમરે ડ્રાઈવ કરતા ઢગલો બાળકો મળી આવશે. અનેક વખત અમે કહેતા હોઈએ છે કે તથ્ય પટેલ કરતા વધુ કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે કાયદાનો ભંગ કરતા માતા પિતા જ શીખવાડતા હોય છે. 


નાનપણીથી જ આપણે કાયદાનો ભંગ કરતા બાળકને શિખવાડીએ છીએ.. 

બાળકોને વ્હેકીલ ચલાવતા જોઈ એક જ વાત યાદ આવે છે કે નાનપણથી જ માતા પિતા, સમાજ બાળકોને કાયદો તોડતા શીખવાડે છે, અને પછી જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે આપણે તથ્ય પટેલને શોધતા રહીએ છીએ. આજે નાની લાગતી વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો હમણાંથી જ બાળકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તો ભવિષ્યમાં તેઓ તથ્ય પટેલ નહીં થાય. ખબર છે આ સમાચાર વાંચી અનેક લોકોને ખોટું લાગશે પરંતુ આ વાત સત્ય છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?