ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી કીધું હતું કે આગલા પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આજના દિવસે પણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. કારણ આપતા તેમણે કહ્યું હતું કે હિંદ મહાસાગરની બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનું પ્રમાણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને લોકો પરસેવાથી રેબજેબ થઈ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે વરસાદ પહેલા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના આ ફોટોમાં જિલ્લાવાર માહિતી દેખાય છે. આ ફોટોમાં દેખાય છે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.
આવતીકાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે આટલા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.