જોશીમઠમાં થઈ રહી છે હિમવર્ષા, રોકવી પડી ઘરો તોડવાની કામગીરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-20 14:25:36

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જમીન ધસવાને કારણે મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તેમજ ઈમારતોને પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઘર પાડવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઘરોને તોડવાની થઈ રહી છે કામગીરી 

છેલ્લા ઘણા દિવસથી જોશીમઠમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ થઈ રહી છે. જેને કારણે ઘરોમાં તિરાડો પમ પડી રહી છે. તિરાડો પડવાને કારણે ઘરને બદલે લોકો બહાર રહેવા મજબૂર બન્યા હતા. તિરાડો પડવાને કારણે લોકોને અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ઝરઝરીત અને ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોટલો તેમજ ઘરો તોડી પડાયા હતા.

जोशीमठ के सुभाई गांव में गुरुवार को पानी जम गया।


जोशीमठ में NTPC के तपोवन विष्णुगढ़ जलविद्युत संयंत्र की मौजूदा स्थिति।

હિમવર્ષાને કારણે રોકાઈ કામગીરી  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. જોશીમઠમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે ઘરોને તોડવાની કામગીરી પર રોક લગાવામાં આવી હતી. શુક્રવારના દિવસે આ કામગીરીને રોકવી પડી હતી. ડિજાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 3 દિવસોથી તિરાડો વધી નથી. જે એક રાહતની વાત ગણવામાં આવી છે. ત્યારે આવનાર બે-ત્રણ દિવસ પણ હિમવર્ષાને કારણે કામગીરી રોકવી પડશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     

    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?