Tamil Naduમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા સર્જાઈ પૂર જેવી સ્થિતિ, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-18 12:07:27

શિયાળાની સિઝનમાં દેશના અનકે રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતી તૂફાન મિચૌંગની અસર હજી પણ ગઈ નથી. રવિવારે અને સોમવાર વહેલી સવારે વરસાદ થયો જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

હવામાન વિભાગે એલર્ટ કર્યું જાહેર 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ દેશનો દક્ષિણ વિસ્તાર મેઘ તાંડવ સહન કરવા મજબૂર બન્યો છે. દેશના દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદ આવ્યો છે અને તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુંમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. 


શિયાળામાં તમિલનાડુમાં પડી રહ્યો છે ભારે વરસાદ!

થોડા સમય પહેલા મિચૌંગ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાની અસર આપણે ત્યાંના વાતાવરણ પર પણ દેખાઈ હતી. આપણે ત્યાં તો વાવાઝોડાની અસર ઓછી હતી પરંતુ દેશના દક્ષિણ રાજ્યો પર ચક્રવાતની ગંભીર અસર પડી હતી. ચક્રવાતને કારણે ભારે વરસાદનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો હતો ત્યારે હજી પણ એવી સ્થિતિ છે ત્યાંની. શિયાળાના સમયમાં તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જશે તેવી સ્થિતિ છે. વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત અનેક જગ્યાઓ પર શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ તમિલનાડુમાં ઘણી જગ્યાએ, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?