ગુજરાતની ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતને અનેક ભેટ આપવાના છે. 1 નવેમ્બરથી અમદાવાદ- ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પરથી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદી અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. આ રેલ લાઈન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.
વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન
લોકો રજાઓ મનાવા ઉદેયપુર જવાનું વધારે પસંદ કરે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉદેયપુર જતા હોય છે. બ્રોડગેજ ટ્રેક શરૂ થતા માત્ર 5 કલાકમાં ઉદયપુર પહોંચી શકાશે. અમદાવાદ- ઉદયપુર ગેજ કેનેક્ટિવીટી મળતા ઓછા સમયમાં ઉદયપુર પહોંચી શકાશે. વડાપ્રધાન મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. નવા ટ્રેક પર ત્રણ ટ્રેનનો ચાલવાની છે. થોડા સમય બાદ જયપુરથી અસારવા વાયા ઉદયપુરને પણ જોડવામાં આવશે.