જમાવટ UPDATE સ્ટોરી...
ચૂંટણી નજીક આવતા આયકર વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. આયકર વિભાગે દેશમાં 100થી વધુ જગ્યાઓ પર રેડ કરી હતી. ટેક્સ ચોરી તેમજ પોલિટીક્લ ફંડિંગને ધ્યાનમાં રાખી તપાસનો પ્રવાહ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. બોગસ પાર્ટી ફંડિંગ તેમજ કર ચોરીને ધ્યાનમાં રાખી બુધવારે આયકર વિભાગે દેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
IT વિભાગની ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી
ઉત્તર પ્રદશમાં આઈ.ટી વિભાગની ટીમે ઘડિયાલની દુકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન સુલ્તાનપુરની એક ઘડિયાળનો દુકાનદાર પણ આવા બોગસ પાર્ટીનો અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે 3 વર્ષમાં પ્રાપ્ત થયેલા 370 કરોડના ડોનેશનની પણ માહિતી નથી કે ડોનેશનના પ્રમાણ પત્ર પણ નથી.
IT વિભાગની મુંબઈમાં કાર્યવાહી
તે ઉપરાંત મુંબઈમાં પણ તપાસ દરમિયાન ઝૂપડીમાં રેડ કરી હતી. આ ઝૂપડીમાં સ્થિત એવી પાર્ટી મળી જેણે છેલ્લા 2 વર્ષમાં 100 કરોડ જેટલું ડોનેશન લીધું છે. આવી જ એક અન્ય બોગસ પાર્ટી મુંબઈ મુંબઈના બોરીવલ્લીથી મળી આવી. આ બાગસ પાર્ટીના કનેક્શન અમદાવાદથી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઈન્કમ ટેક્ષમાંથી રાહત મળી રહે તે માટે આવી બોગસ રાજકીય પાર્ટીઓ ઉભી કરી પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. બોગસ પાર્ટીની રચના કરી ટેક્સ ચોરી કરવાની નવી પદ્ધતિ સામે આવી છે.