પોલિટિકલ ફંડિંગ મામલે ભારતના 100 જેટલા સ્થળો પર આયકર વિભાગે દરો઼ડા પાડ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના અનેક સ્થળો પર પણ આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદના સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અને 2022ની વિધાનસભા ચૂંટણી લડી રહેલી ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરના અસારવા ખાતેના ઘરે પણ ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદના સીજી રોડ પરના સીએ ફર્મમાં પણ રેડ પડી હતી. આ સિવાય રાજસ્થાન સરકારના ગૃહમંત્રીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
શા માટે આયકર વિભાગે દરોડા પાડ્યા?
જમાવટ મીડિયાને મળતી માહિતી મુજાબ પોલિટિકલ ફંડિંગ એટલે કે રાજકીય રીતે ચૂંટણી લડવામાં જે રૂપિયા ભેગા કરાતા હોય છે અને રાજકીય પાર્ટીના ભંડોળમાં એકત્રિત કરાતા હોય છે તેવા સ્થાનો પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે. પ્રાથમીક મળી હતી કે સિલ્વર ઑક યુનિવર્સિટીના મુખ્ય વ્યક્તિએ ચોક્કસ પાર્ટીને ફંડ આપ્યું હતું. સમગ્ર મામલાને ધ્યાને રાખી ચૂંટણી પહેલા ચોક્કસ રાજકીય પક્ષને ટેકો ના પહોંચે તેના માટે દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલિટીકલ ફંડીંગ નહીં, પૈસા બ્લેકના વ્હાઈટ કરવાનો સંભવિત ખેલ
કેટલીય મોટી કંપની અને લોકો હવે ટેક્સ બચાવવાના નામે ફેક પાર્ટી ઉભી કરે છે, અને પોતાની જ ઉભી કરેલી પાર્ટીને ફંડ કરે છે, આના કારણે પૈસા બ્લેકના વ્હાઈટ થઈ જાય અને પોતાની પાસે જ રહે, જો કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ધ્યાને આ વાત આવતા એમણે તરત જ કાર્યવાહ શરૂ કરી છે, દેશભરમાં 100થી વધુ જગ્યાએ આ દરોડા પડી રહ્યા છે