ગુજરાતમાં હાલ ગાયને લઈ રાજકારણ ગરમાયું છે. વિધાનસભા સત્રમાં પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકો માટે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સહાયની જાહેરાત બાદ પણ રૂપિયા ના મળતા પશુપાલકો રોષે ભરાયા છે. સરકારને 23 સપ્ટેમ્બર સુધીની ટાઈમ લીમીટ આપી હતી પરંતુ તે બાદ પણ સહાય ન મળતા ગાયોને રસ્તા પર છુટ્ટી મૂકી દઈ વિરોધ નોંધાવ્યો હતો.
ઈસુદાન ગઢવીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
પશુપાલકોને સહાય આપવા માટે સરકારે 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌ-રક્ષકોએ પોતાની ગાયોને છોડી વિરોધ નોંધાવ્યો હતો. હજારોની સંખ્યામાં ગાયો આવતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ઘટના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપ હકીકતમાં હિન્દુ વિરોધી છે. ગૌ માતા માટે અવાજ ઉઠાવનાર સાધુ સંતો અને પશુપાલકોની ભાજપએ ધરપકડ કરી છે.
ગૌમાતાના નામ પર વોટ માંગનાર ભાજપે આજે પશુપાલકો અને સાધુ-સંતોની ધરપકડ કરાવી છે. આ ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ની પ્રતિક્રિયા. pic.twitter.com/Wv6R0yAPxU
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 23, 2022