ઈસુદાન ગઢવીએ TET-TAT મુદ્દે સરકારને ઘેરી, કરાર આધારીત ભરતીને આ યોજના સાથે સરખાવી, સાંભળો શું કહ્યું તેમણે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 12:04:30

છેલ્લા ઘણા સમયથી TET-TAT ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશા લઈને બેઠા છે. પહેલા તો અનેક વર્ષો સુધી TET-TATની પરીક્ષા લેવામાં આવી ન હતી. આ વખતે લેવાઈ પરંતુ અલગ ફોર્મેટમાં. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારીત નોકરી આપવામાં આવશે. આ વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવી ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષાને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારી નોકરી મેળવવા માટે તેમણે મહેનત કરી હોય છે, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવવા માટે મહેનત નથી કરી તેવી વાત ઉમેદવારોએ જણાવી જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ TET-TAT મુદ્દે સરકારને ઘેરી છે. અનેક મુદ્દા પર આપના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. 


નોકરી માટે યુવાનોને જોવી પડે છે રાહ - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષા અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. મહત્વનું છે કે અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...