સુરતમાં રત્ન કલાકારો આપનો પ્રચાર કરવા પર નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉધ્યોગપતિનું કાલે સી આર.પાટિલના હાથે ભાજપમાં પ્રવેશ કારયો. જેને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સાથે પાટિલ પર પ્રહાર કર્યા.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હિરા ઉદ્યોગ વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વેપારી કારીગરોને ધમકી આપતો હતો કે તમે જો ફોનમાં કેજરીવાલનું સ્ટેટસ રાખશો તો હું તમને છૂટા કરી દઈશ. હિરા કર્મચારીઓ માંડ તેમનું ઘર ચલાવતા હોય ત્યારે હિરા વેપારીએ આવી ધમકી આવી અને ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને સન્માન કર્યાનું જણાવ્યું ત્યારે ગુજરાતના ગરીબ, વંચિતોમાં નિરાશા ફેલાઈ ગઈ. આપણા દેશમાં લોકતંત્રમાં કોને મત આપવો, કોની વિચારધારા રાખવી તેની સ્વતંત્રતા છે. આ લોકતંત્રમાં નોકરીથી કાઢવાની વાત કરી એટલે પાટીલને મજા આવી.
વિજય નાયરની ધરપકડ પર પ્રતિક્રિયા
ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેજરીવાલ પર વિશ્વાસ વધી રહ્યો છે, એનાથી ડરીને ગુજરાતમાં કેજરીવાલ ડિસ્ટર્બ થાય. તેના માટે કેજરીવાલના એક સામાન્ય કાર્યકર વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે. સ્ટ્રેટર્જી પ્લાનિંગમાં વિજય નાયરે પંજાબમાં ચૂંટણી જીતાડી ગુજરાતમાં પણ વિજય નાયર સ્ટ્રેટર્જી પ્લાનર હતા લિકર પોલિસી સાથે તેમનું કંઈ લેવા દેવા નથી. તે કોઈ પોસ્ટ પર પણ નથી.