આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજાએ રાજ્યમાં ભરતી પરીક્ષા દરમિયાન ચાલતી ગોલમાલનો પર્દાફાસ કરવા માટે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે એક યુવકનો ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું કે મયુર તડવી નામનો એક યુવક કોઈ પરીક્ષા કે ફિઝિકલ ટેસ્ટ વગર જ કરાઈ સ્થિત પોલીસ એકેડેમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
ઈસુદાન ગઠવીએ CMને લખ્યો પત્ર
આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં આપે સીધો આરોપ લગાવ્યો કેટલાક યુવાનો લાગતાવળગતાઓને 40 લાખ રૂપિયા ચૂકવીને નોકરીએ લાગ્યા છે. આ બાબત જ લાખો યુવાનોના સપનાઓ સાથે સીધી રમત છે. યુવાનોના ભવિષ્ય સાથે આવી રમત બિલકુલ ચલાવી લેવાય નહીં.
AAPએ કરી આ માંગણીઓ
1- પરીક્ષા વગર જ પાલીમ લેતા તાલીમાર્થીઓને હટાવવામાં આવે.
2- હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે
3- આ SITની ટીમ 2014 બાદ તમામ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરે.
4-SITની તપાસમાં જેમના નામો આવે તેમની સામે તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં આવે.
5- પેપર લીક અને નોકરી આપવાના કૌંભાંડોના તમામ કેસો ચોક્કસ સમય મર્યાદામાં પુરા કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને તે કોર્ટમાં આવા જ કેસો ચલાવવામાં આવે.