વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોસમ ચાલી રહ્યો છે. આપ, ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપી છે.
આપની લોકપ્રિયતાથી ડરી ગઈ ભાજપ- ઈસુદાન
આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આપનો પ્રચાર કરવા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે દરમિયાન આવા પોસ્ટર લાગતા આ વાતને આપના નેતાઓએ પોઝિટીવ વેમાં લીધી છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરતા કહ્યું કે આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી.
'આપ 'ની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી !ગુજરાતની સંસ્કૃતિ એવી છે કે દુશ્મન પણ આંગણે આવે તો એનું પણ સન્માન કરતા હોઈએ છીએ !યારે કેજરીવાલ જી તો આપણા બાળકો માટે આવે છે!ત્યારે ભાજપ ગુજરાતની સંસ્કૃતિને પણ દાગ લગાડે છે !જનતા માફ નહીં કરે ! https://t.co/pxehXLRwtX
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 8, 2022
ગોપાલ ઈટાલીયાએ પણ આપી પ્રતિક્રિયા
'આપ 'ની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી !ગુજરાતની સંસ્કૃતિ એવી છે કે દુશ્મન પણ આંગણે આવે તો એનું પણ સન્માન કરતા હોઈએ છીએ !યારે કેજરીવાલ જી તો આપણા બાળકો માટે આવે છે!ત્યારે ભાજપ ગુજરાતની સંસ્કૃતિને પણ દાગ લગાડે છે !જનતા માફ નહીં કરે ! https://t.co/pxehXLRwtX
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 8, 2022ગોપાલ ઈટાલીયાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી કે અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલા ભાજપના લુખ્ખાઓ અને ભાજપના લફંગાઓ આજે અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે.