થોડા દિવસોની અંદર જ ભારતે બીજી સફળતા હાંસલ કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લોન્ચિંગ કર્યું હતું અને આજે સૂર્ય વિશે માહિતી મેળવવા માટે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરાયું છે. સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV XL રોકેટની મદદથી આદિત્ય એલ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સૂર્યનું પરિક્ષણ કરવા માટે આ મિશન ઘણું મહત્વનું માનવામાં આવે છે. 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યયાન સૂર્યના લૈંગ્રેંજિયન-1 પોઈન્ટ પર પહોંચશે. અને અહીંયા સુધી પહોંચવા માટે આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે.
મિશન લોન્ચ થયા બાદ છલકાઈ વૈજ્ઞાનિકોની ખુશી
આદિત્ય એલ-1ના લોન્ચ થયા પછી મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મિશનના નિર્દેશક નિગાર શાજીએ કહ્યું હતું કે આ સપનું સાકાર થવા જેવું છે. મને બેહદ ખુશી છે કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય એલ-1એ પોતાની 125 દિવસની યાત્રા શરૂ કરી દીધી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી સફળતા હશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.
કેવી રીતે આદિત્ય એલ-1 પહોંચશે સૂર્ય સુધી?
લોન્ચ થયાના 63 મિનીટ 19 સેકેન્ડ બાદ રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. એક અનુમાન પ્રમામણે આદિત્યયાન 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર પહોંચશે. સૂર્યના અભ્યાસ માટે આ પોઈન્ટ એટલા માટે સિલેક્ટ કરવામાં છે કારણ કે આ પોઈન્ટ પર ગ્રહણની અસર નથી થતી. સુર્યયાન 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને પાંચ વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેને ફાયરિંગ કરવામાં આવશે અને તે ભ્રમણકક્ષા વધારશે