ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ રવિવારે નવો કિર્તિમાન પોતાના નામે કર્યો છે.આજે એટલે કે 26 માર્ચે ઈસરોએ બ્રિટનનાં 36 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યાં છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ બધાં જ સેટેલાઇટનું કુલ વજન 5805 કિલોગ્રામ છે. આ મિશનને LVM3-M3/વનવેબ ઇન્ડિયા-2 નામ આપવામાં આવ્યું છે.તેનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી સવારે 9.00 વાગ્યે કરવામાં આવ્યું છે.
LVM3 રોકેટની છઠ્ઠી સફળ ઉડાન
જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ (GSLV-MK III)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ISROનું સૌથી ભારે રોકેટ છે. જેણે અન્ય લોન્ચપેડથી ઉડાન ભરી. આ લોન્ચપેડથી ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ લોન્ચિંગ થયાં છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત સતત પાંચ સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. આ તેની છઠ્ઠી સફળ ઉડાન છે.
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota
(Source: ISRO) pic.twitter.com/jBC5bVvmTy
— ANI (@ANI) March 26, 2023
બ્રિટિશ કંપનીના 36 ઉપગ્રહ લોન્ચ
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota
(Source: ISRO) pic.twitter.com/jBC5bVvmTy
ISRO એ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની M/s નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ યાન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
વનવેબ શું છે?
બ્રિટનની કંપની વનવેબ માટે ઈસરોનાના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું આ બીજું મિશન હતું. નેટવર્ક એક્સિસ એસોસિયેટેડ લિમિટેડ એટલે કે વનવેબ બ્રિટન સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. તેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની ડિફેન્સ કંપની હનવ્હાની પાર્ટનરશિપ છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. વનવેબ કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે.