છેલ્લા ઘણા સમયથી ભારત અવકાશ ક્ષેત્રે ઘણી સફળતા મેળવી રહ્યું છે. ત્યારે ISROએ આજે સવારે 11.56 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઓશનસેટ-3 સેટેલાઈટ લોન્ચ કર્યું છે. આ સેટેલાઈટમાં ભૂટાનના સેટેલાઈટની સાથે 8 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.
દરિયાઈ હવામાનની આગાહી કરી શકાશે
આ સેટેલાઈટથી મહાસાગરોમાં થતા ફેરફાર થતા તેમજ વાવાઝોડા પર નજર રાખી શકાશે. ઉપરાંત આ ઉપગ્રહથી દરિયાઈ હવામાનની આગાહી પણ કરી શકાશે. આ 8 સેટેલાઈટને પીએસએલવી-સી 54 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ઈસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાનો એક માનવામાં આવે છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટને સૌથી લાંબો ચાલનારું મિશન માની રહ્યા છે. ઓશનસેટ-3ને ધરતીથી 742 કિલોમીટર દુર લોન્ચ કરી દેવામાં આવશે. આને લોન્ચ કર્યા બાદ રોકેટ ફરી પાછી આવશે અને તે બાદ બાકી રહેલા ઉપગ્રહોને લોન્ચ કરશે.