ઈસરોને આગળ વધવા ન દેવા અમેરિકાએ ભારત વિરૂધ્ધ કેવા કાવતરાં કર્યાં? જાણો અમેરિકાના કાળા કરતૂતોનો ઈતિહાસ?


  • Published By :
  • Published Date : 2023-07-14 19:25:25

ભારતે ચંદ્રયાન લૉન્ચ કર્યું છે ત્યારે એ વાતો વાગોળવાનું મન જરૂર થાય કે ભારતના અવકાશ મિશનની સફર શરૂ કેવી રીતે શરૂ થઈ? કયા મહાન વિજ્ઞાનિકોએ ભારતમાં વિજ્ઞાનને ધબકતું રાખ્યું, કેવી રીતે ભારત ટેકનોલોજી ક્ષેત્રે આગળ ન વધે તેના માટે વિદેશી તાકાતોએ કાવતરા કર્યા અને કેવી રીતે અમેરિકાએે હોમી જહાંગીર ભાભાની હત્યાનો પ્રયાસ કર્યો સહિતની મહત્વની બાબતો જાણવી પણ અત્રે જરૂરી છે. તો ચાલો આજે તમને જણાવીએ ભારતના અવકાશ મિશનના ભવ્ય ભૂતકાળ વિશે.

ઈસરો પહેલા ભારતની શું હતી પરિસ્થિતિ  


સ્વતંત્રતા આંદોલન બાદ વિભાજીત ભારતનો જન્મ થયો ત્યારે દેશ ચલાવવા અનેક એવી સંસ્થાઓની જરૂર હતી જેનાથી દેશ સૂચારું રીતે આગળ વધે જેનો ફાયદો દેશના તમામ નાગરિકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે થાય. એક બાદ એક સંસ્થાઓનો ભારતમાં જન્મ થઈ રહ્યો હતો ત્યારે એક વર્ષ આવ્યું 1969નું. આ વર્ષે જન્મ થયો દેશની અવકાશ સંસ્થા ઈસરોનો. જો કે ઈસરોનો પાયો તો 1962માં જ નખાઈ ગયો હતો પરંતુ ઈસરોને બનતા આટલો સમય લાગી ગયો. આ વાત આપણને ખબર હોવી જોઈએ કે ઈસરો પહેલાની પરિસ્થિતિ ભારતની શું હતી. વર્ષ 1920થી ભારતના વૈજ્ઞાનિકોએ અવકાશના સપનાના બીજ વાવી દીધા હતા. એ સમયમાં એક કે મિત્રા નામના વૈજ્ઞાનિકે રેડિયોના આયોનોસ્ફિયરીક અવાજના પ્રયોગોની શરૂઆત કરી હતી. આયોનોસ્ફિયર એટલે આપણા વાતાવરણનો એક ભાગ છે જે જમીનથી 48થી 956 કિલોમીટર છે. ત્યાર બાદ સીવી રમન અને મેઘનાદ સાહાએ સક્રિયતાથી અવકાશ વિજ્ઞાન પર કામ કર્યું. અને તેમના પછી બે મહાન વિજ્ઞાનિક આવ્યા જેણે ભારતના અવકાશ વિજ્ઞાનના સપનાને નવી પાંખ આપી. એક હતા આપણા વિક્રમ સારા ભાઈ અને બીજા હતા હોમી જહાંગીર ભાભા.. વિક્રમસારાભાઈએ 1947માં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી બનાવી જે અવકાશના સાધનો બનાવતી હતી. અને હોમી જહાંગીર ભાભાએ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ શરૂ કર્યું 1945માં. શરૂઆતમાં તો કોઈના મગજમાં ચંદ્ર સુધી કે સૂર્ય સુધી પહોંચવાનું ન હતું. ત્યારે કોસ્મિક રેડિયેશન અને પૃથ્વીના વાતાવરણ વિશે અભ્યાસ કરવામાં આવ્યો. ત્યાર પછી 1950માં ભાભાએ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની શરૂઆત કરી જેને ભારત સરકારે સહયોગ આપ્યો. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે થોડા વર્ષો બાદ એટલે કે 1957માં રશિયાએ સ્પુતનિક વન મિશન લોન્ચ કર્યું. તમારી જાણકારી માટે સ્પુતનિક પૃથ્વી પરથી છોડવામાં આવેલી પહેલી માનવસર્જિત સેટેલાઈટ હતી. ત્યાર બાદ 1962માં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ વિક્રમ સારાભાઈના કહેવાથી ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના કરી જેને ફરી ઈસરો નામ આપવામાં આવ્યું. આ રિસર્ચ સેન્ટરની કમાન વિક્રમ સારાભાઈએ સંભાળી. જ્યારે વિક્રમ સારાભાઈ રિસર્ચ સેન્ટર શરૂ કરવાની માગ લઈને જવાહર લાલ નેહરુ પાસે ગયા હતા ત્યારે વિક્રમસારાભાઈને નેહરુએ જવાબ આપ્યો હતો કે ભારત એક ગરીબ દેશ છે. આપણી પાસે ઘણી બધી બીજી સામાજિક  સમસ્યાઓ પણ છે.. આપણને અત્યારે એક સ્પેસ પ્રોગ્રામ ન પરવળી શકે. ત્યારે સકારાત્મક ઊર્જાથી ભરેલા વિક્રમ સારાભાઈએ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુને જવાબ આપ્યો હતો કે આપણે એક ગરીબ દેશ છીએ. આપણી પાસે ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે. એટલા માટે જ આપણે એક સ્પેસ પ્રોગ્રામની જરૂર છે. વિચાર કરો આ જવાબથી નેહરુ માની ગયા. ભારતીય ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા હોમી જહાંગીર ભાભાનો પણ ભારતના અવકાશ પ્રોગ્રામમાં મોટો ફાલો રહ્યો.. હોમી જહાંગીર ભાભા બેંગલુરુમાં વિક્રમ સારાભાઈને મળ્યા. હોમી ભાભા પોતાની મોટા ભાગની રિસર્ચ ભારત બહાર જ કરતા હતા કારણ કે ભારત પાસે સંસાધનોની અછત હતી પણ વિક્રમ સારાભાઈને મળ્યા બાદ તેમણે પોતાનો વિચાર બદલ્યો અને ભારતમાં રહીને વિજ્ઞાનને આગળ વધારવાનો વિચાર કર્યો, પણ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે હોમી જહાંગીર ભાભા તો ન્યુક્લિયર વેપન બનાવવા માગતા હતા પણ ભારત ત્યારે ન્યુક્લિયર દેશ બનવા માગતો ન હતો. ભારતનું માનવું હતું કે ન્યુક્લિયર વેપન ખતરનાખ વસ્તુ છે, આપણે તેનાથી દૂર રહેવું જોઈએ, પણ વર્ષો પછી ભારતને અને ભારતના વૈજ્ઞાનિકોને સમજાયું કે ન્યુક્લિયર વેપન ભારત માટે કેટલું જરૂરી છે. પણ એક વાત છે હોમી જહાંગીર ભાભાએ ભારતની ન્યુક્લિયર વેપન ન રાખવાની પોલીસીને હંમેશા માન આપ્યું.


હોમી ભાભાની હત્યા પાછળ CIAનો હાથ


હોમી જહાંગીર ભાભા વિશે અમુક થીયરી એવી પણ ચાલી કે તેમનું મોત 1966માં ખરેખર પ્લેન અકસ્માતમાં થયું તે અમેરિકાનું એક ષડયંત્ર હતું. અનેક લોકોનું માનવું છે કે ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામને રોકવા માટે સીઆઈએએ ભાભાનું પ્લેન ક્રેશ કરાવ્યું હતું. પત્રકાર ગ્રેગરી ડગ્લાસે 2013માં કન્વર્સેશન્સ વિધ ધ ક્રો નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં તેમણે દાવો કર્યો કે તેમણે સીઆઈએના ઓપરેટિવ રોબર્ટ ક્રોલી સાથે ટેલિફોન પર ચર્ચા કરી. ક્રોલીએ દાવો કર્યો હતો કે હોમી જહાંગીર ભાભા અને પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની હત્યા માટે સીઆઈએ જવાબદાર હતી. ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ થયાના 13 દિવસ પહેલા 1966માં આ ઘટનાઓ થઈ હતી, ટૂંકમાં ભારત એક ન્યુક્લિયર પાવર દેશ ન બને તેના માટે અમેરિકાએ આવું કર્યું હતું. ક્રાઉલીએ પત્રકારને કહ્યું હતું કે ભાભા જે વિમાનમાં હતા તેના કાર્ગો વિભાગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. જેને હવામાં ફોડવામાં આવ્યો અને ભારતના વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાની હત્યા કરવામાં આવી. ક્રાઉલીએ પત્રકારને કહ્યું હતું કે અમે વિયેનામાં ભાભાના પ્લેનને ઉડાવી શક્યા હોત પણ અમે નક્કી કર્યું કે પહાડો વચ્ચે ભાભાના પ્લેનને ઉડાવાનો પ્લાન બનાવ્યો જેથી અવશેષો ન મળી શકે કે કેવી રીતે પ્લેન ક્રેશન થયું હતું અને આ એક ષડયંત્ર હતું. વિક્રમ સારા ભાઈના મૃત્યુ મામલે પણ ઘણા બધા સવાલો ઉઠે છે કે આટલી નાની ઉંમરે તેમને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે. તે તો પોતાની ઉંમર સુધી એકદમ સ્વસ્થ હતા. મૃત્યુ પહેલા વિક્રમ સારાભાઈને નખમાંય રોગ ન હતો તો અચાનક તેમને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે. તેમના શરીરને પણ પોસ્ટ મોર્ટમ કર્યા વગર દફનાવવામાં આવ્યુ હતું તેવો પણ દાવો કરવામાં આવે છે કે કંઈક ગરબડ હોય શકે છે. 


ઈસરોમાં અબ્દુલ કલામ અને સતીષ ધવનની એન્ટ્રી


ત્યાર બાદ  ઈસરોની કમાન અબ્દુલ કલામ અને તેમના ગુરુ સતીષ ધવને સંભાળી, વિક્રમ સારાભાઈના મોત બાદ કોઈને ઈસરોની કમાન સંભાળવાની હતી, ત્યારે પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી હતા. તેમને કોઈએ સતીષ ધવનનું નામ સૂચવ્યું, ઈંદિરા ગાંધીએ ધવનને ફોન કર્યો કે ઈસરોના પ્રમુખ તરીકે તમને કામગીરી કરવાની રહેશે, પણ ધવને પહેલા ના પાડી દીધી, ઈંદિરા ગાંધીએ ધવનને સમજાવ્યા તો ધવને અમુક શરતો રાખી દીધી, તેમણે ઈંદિરા ગાંધીને કહ્યું કે તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર બન્યા રહેવા માગે છે, બીજુ જે શોધ તે અમેરિકામાં કરી રહ્યા છે તે શોધ પૂરી કરવા દેવામાં આવે અને ત્રીજી હતી કે ઈસરોનું મુખ્યાલય અમદાવાદથી બેંગલુરુ લઈ આવવામાં આવે. શરતો માનવામાં આવી અને સતીષ ધવન ઈસરોના ત્રીજા નિદેશક બન્યા. ધવન પણ ગજબના માણસ હતા, તે સરકાર પાસેથી એક રૂપિયાની સેલેરી લેતા હતા. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ ધવનની નીચે જ કામ કરતા હતા. અબ્દુલ કલામે એકવાર ધવનનો કિસ્સો કહ્યો હતો કે ધવન કેવા લીડર હતા. સમય હતો 10 ઓગસ્ટ 1969, એસએલવી થ્રી એટલે કે સેટેલાઈટ લોન્ચ વેહિકલથી એક સેટેલાઈટ લોન્ચ કરવાની હતી, અબ્દુલ કલામ આ પ્રોજેક્ટના મિશન ડિરેક્ટર હતા, કલામ કહે છે કે મિશન લોન્ચ થવામાં ખાલી થોડી જ સેકન્ડ બાકી હતી અને કોમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક ગરબડ આવી. કલામને એમ કે કંઈ મોટું નથી, મિશન રોકવું નથી લોન્ચ કરી દો અને મિશન લોન્ચ થાય છે, મિશન અવકાશ સુધી પહોંચવાની જગ્યાએ પડે છે બંગાળની ખાડીમાં,, કલામને પત્રકાર પરિષદ કરવાની હતી... દેશ વિદેશના પત્રકારો ત્યાં હાજર હતા કલામ તો ગભરાઈ ગયા કે આ લોકોના સવાલ તો મને ધોઈ મારશે મારે જવાબ શું આપવો પણ એવામાં સતીષ ધવન કલામ સામે જુવે છે અને પરિસ્થિતિ સમજી જાય છે. સતીષ ધવન કહે છે પત્રકાર પરિષદ તે કરશે અને જઈને પત્રકારોના સવાલનો સામનો કરે છે. ધવન કહે છે કે આ વખતે તો અમે સફળ નથી થઈ શક્યા પણ મને મારી ટીમ પર પૂરો વિશ્વાસ છે. આવતી વખતે અમે જરૂર સફળ થઈશું... ત્યાર બાદ 18 જુલાઈ 1980માં ફરીવાર સેટેલાઈટ લોન્ચ કરવાની આવે છે અને મિશન સફળ રહે છે. પણ આ વખતે થયું કંઈક એવું કે સતીષ ધવને કલામને આગળ કર્યા અને કહ્યું કે પત્રકાર પરિષદ તમે સંબોધશો. આ યાદ કરીને કલામ કહે છે કે એક સાચો લીડર તેને જ કહેવાય કે તે અસફળતાનો દોષ પોતાની માથે લઈલે છે અને સફળતામાં પોતાની ટીમને આગળ રાખે છે.. એપીજે અબ્દુલ કલામે પણ ઈસરોને ખૂબ આગળ વધાર્યું, ટાઈમ મેનેજમેન્ટ કોઈએ શીખવું હોય તો કલામ પાસેથી શીખી શકાય એપીજે અબ્દુલ કલામ 24 કલાકમાંથી 16 કલાક કામ કરતા અને એમાં પણ તે સૂવાનો અને વાંચવાનો સમય કાઢી લેતા હતા. 


ઈસરોના વિકાસમાં કલામનું યોગદાન 


કલામે વર્ષ 1970થી 1990 સુધીમાં એસએલવીથી આગળ વધીને પીએસએલવી પ્રોજેક્ટ બનાવ્યો અને બાકી પણ ઘણા કામ કર્યા,  બસ એ દિવસો છે અને આજનો આ દિવસ છે... સાયકલ પર શરૂ થયેલી સફર આજે સૂર્ય, મંગળ અને ચંદ્ર સુધી પહોંચી ગઈ છે. આજે આપણી ક્ષમતા એવી છે કે આપણે વિદેશના અવકાશ પ્રોજેક્ટ લઈને જુમખાને જુમખા અવકાશમાં ઉડાવીએ છીએ... ઈસરોએ એસએલવી, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી એલવીએમથ્રી જેવા અનેક રોકેટ બનાવ્યા છે. હવે આપણું ચંદ્રયાન મિશન કેટલું આગળ વધશે તે જોવાનું રહેશે. કારણ કે ઈસરો પાસે હજુ પણ અનેક પ્રોજેક્ટ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?