ઈઝરાયેલની સેના હવે જમીન માર્ગે ગાઝામાં ઘુસવાની તૈયારીમાં, અમેરિકાએ મોકલ્યું બીજુ યુધ્ધ જહાજ


  • Published By :
  • Published Date : 2023-10-15 13:41:51

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાને હુમલાના આગામી તબક્કાની તૈયારી કરી લીધી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે સૈનિકોને કહ્યું કે 'યુધ્ધનો આગામી તબક્કો' શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાને શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં કિબુત્ઝ બીરી અને કેફર અજાની મુલાકાત લીધી હતી. હમાસે આ બે સ્થળોએ મોટો વિનાશ કર્યો હતો. પીએમ કાર્યાલયે જણાવ્યું હતું કે નેતન્યાહૂ સૈનિકોને મળ્યા હતા અને ગયા સપ્તાહના ભયાનક હુમલાનો ભોગ બનેલા ઘરોની મુલાકાત લીધી હતી.


લોકોને દક્ષિણ ગાઝામાં જવા અપીલ


ઈઝરાયેલની સેના ગાઝા શહેર પર 'ખૂબ જલ્દી' હુમલો કરવા જઈ રહી છે. ઈઝરાયેલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. શનિવારે રાત્રે રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં, રીઅર એડમિરલ ડેનિયલ હાગારીએ સ્થાનિકોને દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારમાં જવા માટે ફરીથી અપીલ કરી છે. તેમણે કહ્યું, 'અમે ટૂંક સમયમાં ગાઝા સિટી પર જોરદાર હુમલો કરવા જઈ રહ્યા છીએ.' તેમણે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલે સંભવિત જમીની હુમલા પહેલા ગાઝાની લગભગ અડધી વસ્તીને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 7 ઓક્ટોબરના રોજ હમાસ આતંકવાદી જૂથ દ્વારા ઘાતક સીમાપાર હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1,300થી વધુ ઈઝરાયેલના મોત થયા હતા.


અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું


ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય દેશોમાં ન ફેલાય તે માટે અમેરિકાએ તેનું બીજું એરક્રાફ્ટ કેરિયર પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને શનિવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રતિકૂળ કાર્યવાહી અથવા યુદ્ધને વધારવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે યુએસ બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલી રહ્યું છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અમેરિકાએ આ વિસ્તારમાં પહેલેથી જ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી દીધું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?