ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એક વખત યુધ્ધ છેડાયું છે. શનિવારે ઈઝરાયેલમાં રજાનો દિવસ હતો તે તકનો લાભ લઈને હમાસે ગાઝા પટ્ટીમાંથી નજીકના શહેરોમાં જોરદાર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે તેના આતંકવાદીઓને પણ ઈઝરાયેલમાં ઘુસાડ્યા છે. હાલ બંને વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. આ યુધ્ધના 24 કલાકમાં જ 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસનો આ અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો મનાય છે.
ભયાનક દ્રશ્યો : Israel અને Hamas વચ્ચે ભીષણ યુદ્ધ જેવી પરિસ્થિતિ!!#Israel #Hamas #Gaza #Palestina #Palestinian #Palestine #israil #isreali #war #fire #jamawat #jamawatupdate pic.twitter.com/RxOI6n31YH
— Jamawat (@Jamawat3) October 8, 2023
ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા
ભયાનક દ્રશ્યો : Israel અને Hamas વચ્ચે ભીષણ યુદ્ધ જેવી પરિસ્થિતિ!!#Israel #Hamas #Gaza #Palestina #Palestinian #Palestine #israil #isreali #war #fire #jamawat #jamawatupdate pic.twitter.com/RxOI6n31YH
— Jamawat (@Jamawat3) October 8, 2023ઈઝરાયેલી વિસ્તારોના માર્ગો પર નાગરિકો અને હમાસના આતંકવાદીઓના શબ જોવા મળ્યા હતા. એક મહિલા માટરસાયકલ પર બે આતંકવાદીઓ વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. ઈઝરાયેલી નાગરિકોને હમાસે સૈનિકો અને નાગરિકોનું અપહરણ કરીને મોટર સાયકલો પર અને ગાઝા વિસ્તારમાં લાવતા જોવા મળી રહ્યા છે. હમાસના લડવૈયાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં, એક ઇઝરાયલી સૈનિકના મૃતદેહને ગાઝાની અંદર પેલેસ્ટિનિયનોનું ગુસ્સે ભરેલું ટોળું ખેંચી જતું જોઈ શકાય છે. આ હુમલો મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના અગાઉના સંઘર્ષો ગાઝામાં મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યા હતા.
કઈ રીતે ઘુસ્યા આતંકવાદીઓ?
હમાસે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી સમગ્ર દુનિયાને દંગ કરી દીધી છે. હમાસે લાંબા સમયથી સમસ્યારૂપ બનેલી ભુમુધ્ય સાગર નજીકના વિસ્તારને ઘેરતી સરહદી વાડને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટરસાયકલો, પિકઅપ ટ્રક, પેરાગ્લાઈડર અને ઝડપી નૌકાઓની મદદથી ઘુસણખોરી કરી હતી.