ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગના કારણે દુનિયાભરમાં ચિંતા વધી છે. બંને તરફથી ચાલી રહેલી ફાયરિંગ અને બોંબ હુમલાના કારણે એક હજારથી વધુ લોકોના મોત અને 4 હજારથી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલમાં પેટીયું રળવા ગયેલા લોકો પણ ત્યાં ફસાઈ ગયા હોવા છે. આ દરમિયાન વડોદરાના 250થી વધુ લોકો ઈઝરાયેલમાં ફસાયા હોવાની સમાચાર સામે આવ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનો ચિંતિંત
ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ગતરોજ રાજકોટના સોનલબેન ગેડીયાએ ઈઝરાયેલની સ્થિતિનો વીડિયો શેર કર્યો હતો. ઈઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે તેમણે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈ પણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. વધુમાં કહ્યું હતું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. સોનલબેનએ જણાવ્યું હતું કે, મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે. ઈઝરાયેલ અને હમાસના લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો.
#Israel ???????? / #Palestine ????????
???? Video showing the bombing of #Gaza Strip by the IDF#IsraelPalestineWar #PalestineIsraelwar #PalestineWar pic.twitter.com/0JgJTZeBCF
— Nexx_ (@_Nex3_) October 9, 2023
મૃત્યુઆંક વધવાની શક્યતા
#Israel ???????? / #Palestine ????????
???? Video showing the bombing of #Gaza Strip by the IDF#IsraelPalestineWar #PalestineIsraelwar #PalestineWar pic.twitter.com/0JgJTZeBCF
ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે. આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની અસર પણ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, ગાઝા પટ્ટીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.