ઈઝરાયેલની એરફોર્સે ગાઝામાં કર્યા ભીષણ હવાઈ હુમલા, અલ અંસાર મસ્જિદને બનાવી નિશાન


  • Published By :
  • Published Date : 2023-10-22 12:14:03

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ દિનપ્રતિદિન લોહિયાળ બની રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ તીવ્ર કર્યા છે, આ દરમિયાન ઈઝરાયેલે હમાસના ગઢ મનાતા પશ્ચિમ કાંઠાના વિસ્તાર પર રવિવારે હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે આજે સવારે એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે અલ અંસાર મસ્જિદમાં હમાસના લડવૈયાઓ અહીં છુપાયેલા હતા અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. એવું કહેવાય છે કે પશ્ચિમ કાંઠે તાજેતરના સમયમાં આ સૌથી મોટો હુમલો છે.


IDF અને ISA એ હુમલો કર્યો


"IDF અને ISA (ઇઝરાયેલ સિક્યોરિટી ઓથોરિટી) એ આ હુમલો કર્યો હતો," IDF એ જણાવ્યું હતું. IDFએ જેનિનમાં અલ-અંસાર મસ્જિદમાં ભૂગર્ભમાં આવેલા આતંકવાદી કમ્પાઉન્ડને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હતો. "હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ મસ્જિદમાં રહેતા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરતા હતા." IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ દ્વારા મસ્જિદનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કરવામાં આવતો હતો."


બાતમી મળ્યા બાદ હુમલો


એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા પછી જ આ પ્રકારનો હુમલો કર્યો. જો કે આ હુમલાના કાવતરા અંગે ઈઝરાયેલ દ્વારા કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, પેલેસ્ટિનિયન ડૉક્ટરોએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે  કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?