Israel Hamas યુદ્ધ વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં થઈ એરસ્ટ્રાઈક, 500થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-18 14:10:54

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અંદાજીત 5 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ બધા વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં અનેકો લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન શરૂ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ફિલિસ્તાની નાગરિકોએ વિરોધ કર્યો હતો જે દરમિયાન તેમના અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ હવાઈ હુમલો મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર કર્યો છે. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ કહેવાય છે. 

Gaza hospital blast likely killed hundreds caught in Israel-Hamas conflict

 ઈઝરાયલ રક્ષા દળોએ મંગળવારે રાતે કહ્યું કે, ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં વિસ્ફોટ પાછળ તેમનો હાથ નથી. ગાઝા આતંકવાદીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મિસફાયર રોકેટના કારણે અલમાં વિસ્ફોટ થયો છે.


હોસ્પિટલમાં હુમલો થવાને કારણે થયા 500 લોકોના મોત! 

છેલ્લા 12 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારો આવી રહ્યા છે. યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવાઈ હુમલો હોસ્પિટલ પર કરવામાં આવ્યો છે જ્યાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા હતા. આ હુમલાને કારણે 500 જેટલા લોકોના મોત થયા છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, મંગળવારે ઈઝરાયલી સેનાએ અલ અહલી અરબી બાપટિસ્ટ હોસ્પિટલ પર એર સ્ટ્રાઈટક કરી હતી. ઈઝરાયેલે આ આરોપોને નકારી કાઢ્યો છે. 

Gaza hospital strike kills hundreds in blast; Hamas and Israel trade blame  as Biden heads to Mideast - ABC7 Chicago

શું કહ્યું ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ?

ઈઝરાયેલ દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે આ હુમલો બર્બર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ આપણા બાળકોને મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે. બીજી તરફ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદે કહ્યું છે કે ઈઝરાયેલ ખોટા આરોપો લગાવીને પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસ્લામિક જીહાદ પર આ બ્લાસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીએમે આને લઈ ટ્વિટ કર્યું છે.

હોસ્પિટલમાં થયેલા હુમલા પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. 

 ઈઝરાયલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હાગેરીએ કહ્યું કે, હોસ્પિટલમાં થયેલા મોત વિશે તેમને કોઈ જાણકારી નથી. તેના વિશે જાણકારી મળશે તો અપડેટ કરવામાં આવશે.

Surveillance video appears to show failed rocket launch causing Gaza  hospital blast | The Times of Israel



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?