ઈઝરાયેલે ગાઝાના શરણાર્થી કેમ્પ પર કર્યો બોમ્બમારો, હવાઈ હુમલામાં 33 લોકોના મોત, 42 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-05 17:43:30

ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને ડઝનેક અન્ય ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અમેરિકાએ નાગરિકોને રાહત આપવા માટે ઈઝરાયેલને થોડા સમય માટે હુમલા બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે તે ગાઝામાં હમાસ શાસકોને કચડી નાખવા માટે તેના હુમલા ચાલુ રાખશે.


રેફ્યુજી કેમ્પ પર હુમલો 


ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યાઓવ ગૈલેંટે કહ્યું, 'ગાઝા શહેરમાં રહેતો દરેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.'ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 9,448 થઈ ગઈ છે. ઈઝરાયેલમાં 1400થી વધુ લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના લોકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક હુમલામાં મૃત્યુ પામ્યા હતા. આ હુમલા પછી આ યુદ્ધ શરૂ થયું. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે ગાઝાના મગાઝી શરણાર્થી શિબિર પર રવિવારે મધ્ય સવારે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને 42 ઘાયલ થયા હતા.


હમાસ લોકોને ઢાલ બનાવી રહ્યું છે


ઈઝરાયેલે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આરબ નેતાઓ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો પેલેસ્ટિનિયનોના મૃત્યુની નિંદા કરતા, શનિવારે તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું, જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને ચેતવણી આપી કે આ પ્રકારનું પગલું પ્રતિકૂળ હશે અને આતંકવાદી જૂથને વધુ હિંસા કરવા માટે પ્રોત્સાહન આપશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?