ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના જબરદસ્ત બોમ્બમારો કરી રહી છે. ઇઝરાયેલની એરફોર્સે આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે તેના ફાઇટર જેટ્સે ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલની એરફોર્સનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય અડ્ડો હતો અને તેમા હમાસના એન્જિનિયરોને તાલીમ આપવામાં આવતી હતી. સેનાએ કહ્યું છે કે એક ફાઇટર જેટે હાલમાં જ યુનિવર્સિટી કેમ્પસ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ દાવો કરે છે કે આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરી રહી હતી. ટ્રેનિંગ લીધા બાદ એન્જિનિયર હમાસ માટે હથિયાર બનાવતા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું ભીષણ યુદ્ધ ચોથા દિવસે પણ ચાલુ જ છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘણા ટાર્ગેટને નષ્ટ કરી રહી છે.
ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો
ઈઝરાયેલની સેનાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ બોમ્બ ધડાકાની તસવીરો જાહેર કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો જાહેર કરીને કહ્યું છે કે હમાસે શિક્ષણના કેન્દ્રને વિનાશના કેન્દ્રમાં બદલી નાખ્યું છે. થોડા સમય પહેલા અમારી સેનાએ હમાસના એક મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવ્યો હતો. જે તેમનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર બન્યું હતું. હમાસે આ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો હતો અને અહીં હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા અને અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સ શીખવવામાં આવી રહી હતી.
#WaronHamas—4 days in. pic.twitter.com/evOgdRvMuo
— Israel Defense Forces (@IDF) October 10, 2023
ઈઝરાયેલે ગાઝામાં મચાવી તબાહી
#WaronHamas—4 days in. pic.twitter.com/evOgdRvMuo
— Israel Defense Forces (@IDF) October 10, 2023ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ ગાઝા શહેરના પડોશમાં રાતોરાત 200 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. દરમિયાન, આ યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુઆંક 3500ને પાર કરી ગયો છે. જ્યારે બંને તરફથી 10,000 લોકો ઘાયલ થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભીડવાળા દરિયાકાંઠાના વિસ્તારમાં ઓછામાં ઓછા 950 લોકો માર્યા ગયા છે અને 5,000 ઘાયલ થયા છે. જેમાં 260 બાળકો અને 200 મહિલાઓનો સમાવેશ થાય છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઈઝરાયેલમાં મૃત્યુઆંક હવે 1,200 પર પહોંચી ગયો છે અને 2,700 ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલી હુમલાઓએ 22,600 થી વધુ મકાનો અને 10 આરોગ્ય સુવિધાઓનો નાશ કર્યો છે અને 48 શાળાઓને નુકસાન પહોંચાડ્યું છે.