પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર સરકારી ભેટને વેચવાનો આરોપ લાગ્યો હતો.
હાઈકોર્ટે નિર્ણય પર મૂક્યો સ્ટે!
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે રાહત આપી છે. સુનાવણીને ધ્યાનમાં રાખી કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે.
ઈમરાન ખાન વિરૂદ્ધ નહીં કરવામાં આવે કાર્યવાહી!
તોશાખાના વિશે જો વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહેમાનો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સાંસદો, નૌકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલી ભેટને રાખવામાં આવે છે. ત્યારે ઈમરાન ખાન પર આ ભેટો વેચવાનો આરોપ છે. ઓછા ભાવમાં તેમણે આ ભેટોને વેચી દીધી હતી. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસમાં મોટી રાહત આપી છે. ઈમરાન ખાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.
ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ દેશભરમાં કરાઈ ઉજવણી!
સુનાવણી બાદ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પરથી જનતાને સંબોધિત કરશે. ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે.