ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની જામીન અરજીને લઈને કોર્ટે ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે. આરોપી તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. મૃતકોના પરિવારજનોના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
તથ્ય પટેલે કરી આ માગ
ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 10 લોકોનો ભોગ લેનારા નબીરા તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ હતી. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો હતો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો હતો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી હતી. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી હતી. તો બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ કર્યું હતું કે વકીલને મળવા દેવામાં આવે છે.
સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર હંકારીને 10 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું ચાર્જશીટ થયું છે પરંતુ હજુ તપાસ ચાલુ છે, રસ્તો ખુલ્લો હોવા છતાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારી, સ્પીડ અંગેનો FSL રિપોર્ટ ચાર્જશીટ સાથે જ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, મૃતકો 25 વર્ષથી ઓછી ઉંમરના હતા, અગાઉના અકસ્માત બાબતે પોલીસને કોઈ વર્ધી મળી નહોતી. ઝાયડસની એક વર્ધીમાં જતી પોલીસને અકસ્માત દેખાયો એટલે તે ત્યાં ગયા હતા, પોલીસે યોગ્ય તપાસ કરીને જ ચાર્જશીટ કર્યું છે, બચાવ પક્ષે રજૂ કરાયેલા ચુકાદાઓ આ કેસના હકીકત અને વિગતોને લાગુ પડતા નથી. આરોપીના જામીન ના મંજૂર કરવા જોઈએ.