ઈસ્કોન અકસ્માત : તથ્ય પટેલ વિરૂદ્ધ પોલીસ કોર્ટમાં કરશે ચાર્જશીટ દાખલ,આટલા પાનાની છે ચાર્જશીટ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 13:08:23

તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા કારનામાઓ, ઈસ્કોન બ્રિજમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા... એ આખી ઘટના બધાને ખબર હશે, આખો ઘટનાક્રમ લગભગ દરેકને યાદ રહી ગયો હશે. આ ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારજનોની એક જ માંગણી હતી કે બને એટલો જલ્દી તેમને ન્યાય મળે, જલ્દીથી જલ્દી તથ્ય પટેલને સજા થાય. ત્યારે આ કેસમાં મળતી માહિતી અનુસાર પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે જે 1700 પેજની છે.  


ઘટનાને પગલે અનેક લોકોના લેવાયા નિવેદન 

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે. તથ્ય પટેલ સામે દાખલ કરવામાં આવેલો કેસ વધુ મજબૂલ બને તે માટે પોલીસે ઘણી મહેનત કરી છે. એક બાદ એક તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માત સામે આવી રહ્યા છે. અનેક પુરાવાઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ તથ્ય સાથે કારમાં સવાર અન્ય 5 મિત્રોના પણ નિવેદન લેવામાં આવ્યા છે જેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે.  ચાર્જશીટમાં FSL, DNA, જેગુઆર કંપની સહિતના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો છે. અગાઉ કરેલા 2 અકસ્માતોની તમામ વિગોતોનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.


આ કલમો અંતર્ગત થશે સજા!

ચાર્જશીટને લઈ જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસે અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે. કલમ 308 મુજબ જો કોઈ પણ વ્યક્તિ ઈરાદાથી કોઈના મૃત્યુનું કારણ બને તે હત્યા ગણી શકાય તેવા દોષી માનવ હત્યા માટે દોષિત ઠરશે. તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈપણ કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.જો આવા કૃત્યથી કોઈ વ્યક્તિને નુકસાન થાય છે, તો ગુનેગારને સાત વર્ષ સુધીની મુદ્દત માટે કોઈપણ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે.આ 1700 પાનાની ચાર્જશીટ પોલીસ આજે કોર્ટમાં ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. અને એટલી ઝડપથી કામ થઈ રહ્યું છે.

 

અલગ અલગ રિપોર્ટથી પોલીસે જાણી ગાડીની સ્પીડ 

ઇસ્કોનબ્રિજ પર સર્જાયેલા અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, તે જાણવા માટે પોલીસે અલગ-અલગ એજન્સીઓની મદદ લીધી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UKથી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહીં હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.  FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે.અને જેગુઆર કંપનીના રિપોર્ટમાં સામે આવ્યું કે કારની સ્પીડ 137 હતી એટલે કાર ફૂલ સ્પીડમાં હતી એ ફાઇનલ છે.


જે ઝડપથી કાર્યવાહી થઈ તેવી જ ઝડપથી સજા પણ થાય!

હવે આશા છે કે આ કેસમાં આટલી જલ્દીથી કાર્યવાહી થઈ રહી છે એટલી સ્પીડથી તથ્યને સજા પણ મળે. આ કેસમાં વિસ્મય શાહ જેવુ ના થવું જોઈએ. અકસ્માત સર્જનારાને એવી કડક સજા થવી જોઈએ કે આવું કૃત્ય કરતા પહેલા લોકો અને તેમાં પણ ખાસ કરી નબીરાઓ પાઠ શીખે. જે ડ્રાઈવ મહિના માટે ચાલવાની છે તેવી ડ્રાઈવ, કડકાઈથી નિયમોનું પાલન થાય સહિતની વસ્તુઓ પર જો ગંભીરતાથી કામ કરવામાં આવે તો અનેક અકસ્માતો થતાં રોકાઈ શકે છે. નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા બચી શકે છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?