ISISના આતંકી હુમલાનો પર્દાફાશ, અમદાવાદ-ગાંધીનગરમાં બોંબ બ્લાસ્ટનું કાવતરૂ રચી રહ્યા હતા આતંકવાદીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 15:49:48

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને ગાંધીનગર પર આતંકવાદી હુમલાનો પર્દાફાશ થયો છે. કુખ્યાત આતંકી સંગઠન ISIS ભારતના ત્રણ શહેરો પર મોટો આતંકી હુમલો કરવાનું કાવત્રુ ઘડી રહ્યું હોવાનું સામે આવ્યું છે.  આતંકી સંગઠન ISIS અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે પોલીસે ધરપકડ કરેલા ISIS આતંકવાદીની પૂછપરછ દરમિયાન જાણવા મળી છે. આ શંકાસ્પદ આતંકીએ કબુલ કર્યું છે કે  ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા, અને તે માટે રેકી પણ કરવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે  ISIS માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ પણ કામ કરે છે. તેમની શંકાસ્પદ ભૂમિકાને લઈ હાલ સુરક્ષા એજન્સીઓ તેમના પર ચાંપતી નજર રાખી રહી છે.


કોણ છે ISISનો પકડાયેલો આતંકવાદી? 


પોલીસે ઝડપેલા આતંકીનું નામ શાહનવાઝ આલમ છે, અને તે ISIS ઓપરેટિવ તરીકે કામ કરતો હતો. 31 વર્ષના શાહનવાઝ આલમે  NIT નાગપુરમાંથી B ટેક કર્યું છે અને હજારી બાગમાં રહીને ફ્રીલાન્સ તરીકે કામ કરે છે. વર્ષ 2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. શાહનવાઝના કહેવા પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી તેને ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.


હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે! 


શાહનવાઝના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન હિઝબુલ તાહિર દેશમાં મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશિંગ કરી રહ્યું છે. તેના કહ્યુા અનુસાર ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો હતો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને ISIS હેન્ડલર્સના જૂથોમાં જોડાયો હતો. 

મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા


ISIS હેન્ડલર્સ શાહનવાઝની પૂછપરછ ચાલી રહી છે, અને તેના કારણે હજુ પણ મોટા ખુલાશા થવાની શક્યતા છે. શાહનવાઝની કબુલાત બાદ સુરક્ષા એજન્સીએ એલર્ટ થઈ ગઈ છે. દેશના વિવિધ ભાગોમાં રેડ પાડીને ISISના સ્વિપર સેલને શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?