NIAનો સપાટો, 3 રાજ્યમાં 60 જગ્યાએ દરોડા, ISIS શકમંદો સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 13:10:27

તમિલનાડુના કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એક્શનમાં આવી છે. NIAની ટીમ દ્વારા તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલાની આશંકા વચ્ચે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ કર્ણાટકમાં પણ 45થી વધુ સ્થળો પર જ્યારે કેરળમાં કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ISIS પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા સ્લિપર સેલને શોધવા માટે આ તલાસી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


કોઈમ્બતુરમાં થયો હતો વિષ્ફોટ


કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાને પગલે તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં ગયા વર્ષે 23 ઓક્ટોબરના રોજ ઉક્કડમ વિસ્તારમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. દિવાળીના એક દિવસ પહેલા થયેલા બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ કેસમાં 11 આરોપીઓની આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


જેમ્સ મુબીનના ઘરમાંથી વિસ્ફોટકો મળ્યા


તમિલનાડુ પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો મેળવવામાં અને તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.