આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ભાજપ અને આપ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ એકબીજા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.
"ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે અહીં હિંસાને કોઈ સ્થાન નથી,
જયારે ભાજપ ગુજરાતની અસ્મિતા પર લાંછન પર લગાવનારા ગુંડાઓ અને લફંગાઓની પાર્ટી છે." - @isudan_gadhvi pic.twitter.com/5l26XSLPhE
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 31, 2022
ભાજપ લુખ્ખા-લફંગાની પાર્ટી
"ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે અહીં હિંસાને કોઈ સ્થાન નથી,
જયારે ભાજપ ગુજરાતની અસ્મિતા પર લાંછન પર લગાવનારા ગુંડાઓ અને લફંગાઓની પાર્ટી છે." - @isudan_gadhvi pic.twitter.com/5l26XSLPhE
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે.
અમારી હત્યાનું કાવતરુ-ઈસુદાન
આપના નેતા ઈસુદાન ગઢવીએ તેમના અને ગોપાલ ઈટાલિયાના જીવને જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું મને અને ગોપાલ ઈટાલિયાને જાનથી મારી નાખવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે. અંગત સૂત્રોએ પણ જણાવ્યું કે અમારા જીવને પણ જોખમ છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.