મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ થયાના એક મહિના બાદ ઈશા અંબાણી ભારત પરત ફરી છે. ઈશા અંબાણીના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરના પ્રખ્યાત મંદિરોથી પંડિતો આવી ઈશા અંબાણીના જોડિયાઓને આશીર્વાદ આપવાના છે.
Isha Ambani arrives at her Mumbai residence with her newborn twins.
— ANI (@ANI) December 24, 2022
Mukesh & Nita Ambani's daughter Isha and her husband Anand Piramal were blessed with twins on 19th November. pic.twitter.com/8AGcJvOzPd
વિવિધ મંદિરોના પૂજારી આપશે આશીર્વાદ
અંબાણી પરિવાર ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિને જાણવી રાખવા માટે જાણીતા છે. દરેક કાર્યક્રમ સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ઈશા અંબાણીના જોડિયાના જન્મ બાદ પ્રથમ વખત ભારત પરત ફર્યા છે. ઈશાના સ્વાગત વખતે ઈશાના ઘરમાં મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નાના મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવતી કાલે બાળકોને આશીર્વાદ આપવા દેશભરના પ્રસિદ્ધ મંદિરોથી પૂજારી આવવાના છે. તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી મંદિરના પૂજારી આવવાના છે. ઉપરાંત તેમના આવવાની ખુશીમાં 300 કિલો સોનાનું દાન પણ કરવામાં આવશે.
2018માં થયા હતા ઈશા અને આનંદના લગ્ન
આ કાર્યક્રમમાં નીતા અંબાણીના ચહેરા પર અલગ ખુશી દેખાતી હતી. મુકેશ અંબાણી, આકાશ અંબાણી ઉપરાંત અનંત અંબાણી પણ ઉપસ્થિત હતા. ઈશા અંબાણી અને અજય પિરામલના લગ્ન 2018માં થયા હતા. આ બંનેના લગ્નને દેશના મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે.