ગુજરાતનો આ તો કેવો વિકાસ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:45:23

એક તરફ ગુજરાત સરકાર વિકાસ મોડલ બતાવી વોટ માગી રહી છે. તો બીજી તરફ અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર રસ્તો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વરસાદને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. નેશનલ હાઈવેની આવી દુર્દશા થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

નેશનલ હાઈવેની થઈ આવી ર્દશા

સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. ગામડાના રસ્તાઓની હાલત અતિ-બિસ્માર થઈ ગતી હોય છે. પરંતુ હાઈવેના રસ્તાઓની હાલત પણ આવી જ છે. નેશનલ હાઈવે નંબર 56 નો રસ્તો અચાનક બેસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવેની કામગીરી હલકી ગુણવત્તા વાળા સામાન દ્વારા કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.    


ભ્રષ્ટાચારીઓને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી. રોડની કામગીરી દરમિયાન અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


અનેક વખત સ્થાનિકોએ કર્યો છે વિરોધ

વાપી-શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. ખરાબ રોડ રસ્તાને કારણે લોકો આંદોલન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારીને કારણે રસ્તાઓ પર ખાડાનું સામરાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર ભ્રષ્ટ્રાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન બની ગયો છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.