લોકસભા ચૂંટણીને હજી ભલે વાર હોય પરંતુ અનેક બેઠકો એવી છે જેની ચર્ચા પ્રતિદિન થઈ રહી છે. એક સમય હતો જ્યારે ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા હતી અને પરંતુ હવે આ શ્રેણીમાં બનાસકાંઠા બેઠક પણ આવી ગઈ છે. ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે ત્યાં બેન vs બેનની જંગ છે. સમીકરણો જબરદસ્ત ગોઠવાયેલા છે. ત્યારે ગઈકાલથી એક સમાચાર બધાના હોઠે છે કે ઉમેદવાર બદલાશે? કોઈ કહે છે કે ભાજપના ઉમેદવાર બદલાશે કે કોંગ્રેસના?
પહેલા ચર્ચા થઈ કે ભાજપ ઉમેદવારને બદલશે...
ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. ગઈકાલે મોટા ભાગે એક સમાચારની ખૂબ ચર્ચા હતી કે ભાજપ બે બેઠક પર ઉમેદવારો બદલશે જેમાં બનાસકાંઠાની એક બેઠક હતી રેખાબેનની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે એવી શક્યતા આપવામાં આવી હતી. પણ આજે ચિત્ર કંઈક બદલાઈ ગયું છે. હવે જંગ આમને સામને થઈ ગઈ છે. બીજેપીના નેતાઓ કહે છે ગેની બેન બદલાશે? આ નિવદેન હાલ ચર્ચાનો વિષય બન્યો હતો.
"જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો..." - ડિસાના પૂર્વ ધારાસભ્ય
ડિસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા એમનુ એવું કહવું છે કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી તો તેણે ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી. જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો તમે નવાઈ ન પામતા. હવે આ સીટની વાત કરી તો, તો આ સીટ પર રેખા બેન ચૌધરી ની સામે ગેનીબેન ઠાકોર છે વસ્તીની દ્રષ્ટિએ આ બેઠક પર ઠાકોર સમાજની વસ્તી વધુ છે પણ સાથે સાથે ત્યાં બીજા જાતિગત સમીકરણો પણ છે ગેની બેન ધારાસભ્ય છે ગ્રાઉન્ડ પર જાય છે અને અત્યરે આક્રમક રીતે પ્રચાર કરે છે જ્યારે રેખા બેન શિક્ષિત છે નવો ચેહરો છે અને ગલબાભાઈ પટેલના પૌત્રી છે. એટલે હવે બનાસના લોકો કયા બેનને પસદ કરે છે તે જોવાનું રહ્યું?