પીએમઓ અધિકારી બની બેઠેલો ઠગ કિરણ પટેલ હાલ ચર્ચામાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટ્વિટર અકાઉન્ટ પર આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ટ્વિટ એવી મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ પછી જામનગરમાં જીતુ વાઘાણીના પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે કમાને લઈ કરવામાં આવેલો કટાક્ષ હોય કે પછી કોવિડ દરમિયાન દર્દીઓની સંખ્યાને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય કે પછી જય શાહને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય. દરેક ટ્વિટમાં કિરણે કટાક્ષ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોતાને ભારતીય જનતા પાર્ટીના તેમજ નેતાઓના નજીકના ગણાતા કિરણ પટેલ પર આ પોસ્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે?






