ઈરફાન પઠાણના પુત્રએ પઠાણના ઝુમે જો પઠાણ ગીત પર કર્યો ડાન્સ, શાહરૂખ ખાને ડાન્સના કર્યા વખાણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-23 15:38:56

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મે ધમાલ મચાવી હતી. ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મના ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા  ત્યારે પઠાણ ફિલ્મનું ગીત ઝુમે જો પઠાણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આમ તો આ સોન્ગ પર અનેક રિલ્સ તેમજ વીડિયો બન્યા છે ત્યારે ક્રિકેટર ઈરફાન પઠાણે પોતોના દીકરાનો એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ જોવાનો પસંદ આવી રહ્યો છે. વીડિયોને જોઈ અનેક લોકોએ રિએક્શન આપ્યા છે પરંતુ એસઆરકેએ પણ આ ડાન્સ પર રિએક્શન આપ્યું છે.


ઝુમે જો પઠાણ સોન્ગ પર ઝૂમ્યો ઈરફાન પઠાણનો દીકરો  

પઠાણ ફિલ્મનો ક્રેઝ દર્શકોના મનમાં ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું. ફિલ્મને રિલિઝ થયે થોડા મહિનાઓ વીતી ગયા છે પરંતુ આજે પણ ફિલ્મના ગીતો પર રિલ્સ તેમજ વીડિયો બની રહ્યા છે. અનેક ગીતો પર લોકોએ રિલ્સ બનાવી છે. ત્યારે એ લિસ્ટમાં ઈરફાન પઠાણના દીકરાનો પણ સમાવેશ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ઈરફાન પઠાણે ઝુમે જો પઠાણ ગીત પર તેમનો પુત્ર ઝૂમતો હોય તેવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. અનેક લોકો વીડિયો જોઈ રિએક્શન આપી રહ્યા છે ત્યારે આ વીડિયો પર શાહરૂખ ખાને પણ પ્રતિક્રિયા આપી છે.


SRKએ પોસ્ટ કર્યો વીડિયો  

આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. અનેક લોકોએ રિએક્ટ પણ કર્યું છે. ત્યારે આ વીડિયો પર શાહરૂખ ખાને પણ પ્રતિક્રિયા આપી હતી. પોસ્ટ પર રિએક્શન આપતા શાહરૂખ ખાને લખ્યું કે આ તારા કરતા વધારે ટેલેન્ટેડ નિકળ્યો. રિએક્શન ઉપરાંત વીડિયો ક્લીપને પોસ્ટ પણ કર્યો હતો. 


પઠાણ ફિલ્મને લઈ થયો હતો વિરોધ 

પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દિપીકા પાદુકોણ સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મને લઈ દેશભરમાં અનેક જગ્યાઓ પર વિરોધ થયો હતો. પરંતુ ભર વિરોધ વચ્ચે 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અનેક રેકોર્ડ પણ તોડ્યા હતા. ત્યારે 22 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.         




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?