હિંદ મહાસાગરમાં કેમિકલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં ઈરાનનો હાથ...અમેરિકાના આરોપથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-24 10:08:09

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સ્થિતી હવે ભારત સુધી પહોંચવા લાગી છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે શનિવારે ભારતના દરિયાકાંઠે જાપાની માલિકીના જહાજને "ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન" દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ હુમલો લાલ સમુદ્રની બહાર વ્યાપારી શિપિંગ માટે એક નવા ખતરાનો સંકેત આપે છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ડ્રોન અને મિસાઈલ વડે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


હુથી બળવાખોરોએ કર્યો હુમલો 


7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધના વિરોધમાં હુથી બળવાખોરો જહાજો પર હુમલો કરી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવશે. શનિવારનો હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો. આ દરમિયાન જહાજમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે જહાજ ભારતમાં એક ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં હુમલો થયો હતો?


પેન્ટાગોન અનુસાર, ડ્રોન હુમલો ગુજરાતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370 કિમી) દૂર થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નેવીનું કોઈ જહાજ નજીકમાં નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ પેન્ટાગોને ઈરાન પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમવી કેમ પ્લુટો નામનું જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. તે એક ડચ એન્ટિટી દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. જોકે આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું છે.


ભારતીય જહાજો મદદ માટે પહોંચ્યા


પેન્ટાગોન અનુસાર, 2021 પછી ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજ પર આ સાતમો હુમલો છે. હુમલા દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ મદદ માટે પહોંચ્યા હતા. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'એક વિમાન મોકલવામાં આવ્યું હતું જે જહાજની ઉપર પહોંચ્યું હતું અને તેની અને ક્રૂનું રક્ષણ કર્યું હતું.ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું હતું જે જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે. અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા મહિને, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હિંદ મહાસાગરમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?