Iranએ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જે જગ્યા પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો તેનો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયો એક ડ્રોન ફુટેજ છે, જેમાં આતંકવાદીઓનો અડ્ડો અને શસ્રબધ્ધ આતંકીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર પહાડો વચ્ચે આવેલી સાંકળી ખીણમાં આવેલું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ટ્રેનિંગ લેતા જણાય છે.
વીડિયો વાયરલ થયો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એટલી સાંકડી ખીણમાં રહી રહ્યા છે, જ્યાં સરળતાથી કોઈની પણ નજરે આવી શકતા નથી. આ તમામ અડ્ડાઓ Jaish al-Adl આતંકવાદીઓના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન ફુટેજ રિલિઝ કરતા જ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વિલાન્સ ડ્રોનને પણ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકી નહોંતી. ઈરાનના ડ્રોન બલુચિસ્તાનમાં ઘુસ્યા હતા અને જાસુસી કરી હતી. ડ્રોને આ જગ્યાઓના ચોક્કસ લોકેશનના સહારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. આ અગાઉ ઈરાને સિરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટના અડ્ડાઓ અને ઈરાકમાં ઈઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદના સ્થાનો પર હુમલો કર્યો હતો.
????⚡BREAKING NEWS: Iranian media has released a video of alleged military bases of Jaish-ul-Adl, a "terrorist" group targeted by the Islamic Republic of #Iran in #Pakistan. pic.twitter.com/2GaKwsvoIB
— اشفاق احمد خان???????????? (@Ishfaq_ahmad313) January 19, 2024
બે બાળકોના મોત થયા હતા
????⚡BREAKING NEWS: Iranian media has released a video of alleged military bases of Jaish-ul-Adl, a "terrorist" group targeted by the Islamic Republic of #Iran in #Pakistan. pic.twitter.com/2GaKwsvoIB
— اشفاق احمد خان???????????? (@Ishfaq_ahmad313) January 19, 2024ઈરાને 16 જાન્યુઆરી, 2024 ના રોજ, બલૂચિસ્તાનમાં આવેલા Jaish al-Adlના આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો. આ વિસ્તારમાં રહેતા સુન્ની જૂથોને બંને બાજુ રહેતા બલૂચ લોકો સાથે સંઘર્ષ થયા કરે છે, બંને એકબીજા સાથે લડતા રહે છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.