Iran President Ebrahim Raisi તેમજ વિદેશ મંત્રીના થયા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત - ઈરાની એજન્સીનો દાવો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 11:18:24

ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે... હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી હેસૈન અમીરબદોલ્લાહિયાનનું મોત થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે... 19 મેના રોજ પહાડી વિસ્તારને પાર કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે... આ દુર્ઘટનાને પગલે અનેક કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. અંતે બંનેના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે.. ઈરાનની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.. 

રાષ્ટ્રપતિ તેમજ વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિપજ્યું મોત!

છેલ્લા થોડા સમયથી ઈરાન- ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઈરાન ચર્ચામાં રહેતું હતું.. ઈરાન- ઈઝરાયેલ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.. આગળ શું થશે તેની પર સૌ કોઈની નજર હતી.આ બધા વચ્ચે ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા..ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. તેમનું હેલિકોપ્ટર રવિવાર સાંજે દુર્ઘટનાનો શિકાર બની ગયું અને ઈરાનના પ્રમુખ તેમજ ત્યાંના વિદેશ મંત્રીનું મોત થઈ ગયું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે.. 


 રાષ્ટ્રપતિ સિવાય આ લોકો પણ હેલિકોપ્ટરમાં હતા સવાર 

ઘટનાની જાણ થતા રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી. અનેક કલાકોની શોધખોળ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી સિવાય પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી, પૂર્વ અઝરબૈજાનમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી અલે-હાશેમ પણ હાજર હતા. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં ડ્રાઈવર સહિત કુલ આઠ લોકો સવાર હતા. 

પીએમ મોદીએ ઘટનાની જાણ થતા કરી પોસ્ટ

ઈરાનના સરકારી ટેલિવિઝનનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી.હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરવામાં આવ્યું હતું. 2021ની ચૂંટણીમાં રઈસીએ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?