અમેરિકાના આરોપ પર ભડક્યું ઈરાન.. "અમે ભારત નજીક ઓઈલ ટેન્કર પર નથી કર્યો હુમલો"


  • Published By :
  • Published Date : 2023-12-25 17:58:53

ભારતની નજીક ઓઈલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાને લઈ ઈરાને અમેરિકાના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરવાવાળા ડ્રોન ઈરાનથી આવ્યા હતા. હવે ઈરાને અમેરિકાનો ઈન્કાર કર્યો છે કે તેમની જમીનથી લોન્ચ કરવામાં આવેલા ડ્રોનથી અરબ સાગરમાં ભારત નજીક ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. લાઈબેરિયાના ઝંડા અને જાપાનીઝ માલિકીવાળા કેમ પ્લૂટો જહાજ પર ભારતના સમુદ્ર કિનારાથી 200 માઈલ દુર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજનું સંચાલન નેધરર્લેન્ડ એક શિપિંગ કંપની કરી રહી હતી. આ હુમલામાં જહાજ પર આગ લગાવવામાં આવી હતી, પરંતું કોઈ જાનહાનિ થઈ નહોંતી. 


ઈરાને કર્યા અમેરિકા પર પ્રહાર


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક બ્રીફિંગમાં કહ્યું, " આ રિપીટ થનારા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવે છે". તેમણે કહ્યું કે તેના બદલે અમેરિકાએ ગાઝામાં ઈઝરાયેલના યુધ્ધમાં તેમની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઈએ. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે જણાવ્યું કે નેવીમાં બે નવી મિસાઈલો અને હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં એક મિસાઈલની રેન્જ એક હજાર કિમીથી પણ વધુ છે, જ્યારે બીજી 100 કિમી સુધી પ્રહાર કરી શકે છે.   


ભારતીય નૌકાદળે હુમલાની તપાસ શરૂ કરી 


અરબી સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌકાદળના INS મોરમુગાઓયુદ્ધ જહાજને મોકલવામાં આવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે મેંગલોર બંદરે જઈ રહ્યું હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ કોમર્શિયલ જહાજ સોમવારે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. નેવીએ જણાવ્યું હતું કે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) નિષ્ણાતો એમવી કેમ પ્લુટો જ્યારે મુંબઈ પહોંચશે ત્યારે જહાજને સાફ કરવા અને વધુ તપાસ હાથ ધરશે. ભારતીય નૌકાદળ તમામ હિતધારકો સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વિસ્તારમાં કોમર્શિયલ શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


બ્રિટિશ એજન્સીએ હુમલાની જાણકારી આપી 


યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) ને એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલાની જાણ થતાં જ નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ શનિવારે યુદ્ધ જહાજ અને મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ સહિત તેમના સંસાધનો તૈનાત કરીને કાર્યવાહીમાં ઉતર્યા હતા. કોમર્શિયલ જહાજમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના અલ જુબેલ બંદરથી નીઓ મેંગલોર બંદરે ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર હુમલાનો શિકાર થયું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?