PUBG દ્વારા પ્રેમ અને પછી લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે સીમા હૈદર પહેલી પાકિસ્તાની મહિલા નથી જે સરહદ પારથી પોતાના પ્રેમ માટે ભારત આવી હોય. અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ તેના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ભારતમાં ભાગી આવી હતી. જો કે, તે લવસ્ટોરી સફળ થઈ શકી ન હતી. કારણ કે ઇકરાને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સીમાને અહીં ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી તેને પણ ઇકરાની જેમ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે.
Ludo રમતા સંપર્કમાં આવ્યા
અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ આ જ રીતે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે પણ તેના ભારતીય પ્રેમી મુલાયમ સિંહ યાદવ માટે. ઇકરા-મુલાયમની લવસ્ટોરી સીમા-સચિન જેવી જ છે. જ્યાં એક તરફ સીમા અને સચિન ઓનલાઈન PUBG ગેમ દ્વારા મળ્યા હતા. તો ત્યાં ઈકરા અને મુલાયમ ઓનલાઈન Ludo Game રમતા હતા. જેમ સીમા અને સચિન નેપાળમાં મળ્યા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા. એ જ રીતે ઇકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને સચિનની કિસ્સામાં જ્યાં સીમા તેમની પ્રથમ મુલાકાત પછી પાકિસ્તાન પરત ફર્યા. ઇકરા પણ દાગીના વેચીને અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને સરહદ પારથી મુલાયમ માટે ભારત આવી હતી. બીજી તરફ ઈકરા-મુલાયમની લવસ્ટોરીમાં બંને લગ્ન બાદ તરત જ નેપાળથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયા હતા. દંપતી લોકોથી છુપાઈને ભાડાના મકાનમાં રહેતું હતું.
અંતે ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ
23 જાન્યુઆરી 2023 ના રોજ, બેંગ્લોર પોલીસે ઇકરાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી. આ સાથે જ પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂ કોર્ટેએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધી હતી.