Ahmedabadમાં IPSના પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત કરવાનું કારણ અકબંધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-01 14:21:26

આત્મહત્યા કરી પોતાનું જીવન અનેક લોકો ટૂંકાવી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણી સમક્ષ અનેક છે. ત્યારે રાજ્યના પૂર્વ આઈપીએસની પત્નીએ આપઘાત કરી લીધો છે. આઈપીએસ રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં આઈપીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


પોતાના ઘરે આઈપીએસના પત્નીએ કરી આત્મહત્યા 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. થલતેજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનમાં આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. આ અંગે પોલીસ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?