IPS સફીન હસનના વીડિયો અનેક વખત તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. અનેક લોકો હશે જે તેમના ફેન હશે અને તેમને ફોલો કરતા હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર તેમજ મહાભારત વિશે તેમણે કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અનેક વખત સવાલ થાય કે મહાભારત તેમજ ગીતાજી વિશે આઈપીએસ સફીન હસન કેવી રીતે આટલી સારી અને સરળ ભાષામાં કહી શકે છે? ત્યારે આ સવાલનો જવાબ આઈપીએસ સફીન હસને આપ્યો છે.
શિક્ષકોના મહત્વ વિશે સમજાવ્યું આઈપીએસ સફીન હસને!
બાળકના ઘડતરમાં શાળાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. બાળકમાં સારા સંસ્કારોનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. શાળામાંથી જે બાળકો શીખે છે તે આજીવન બાળકના માનસ પટ પર અંકિત થઈ જતું હોય છે. શિક્ષકોનું મહત્વ તેમજ શાળાનું મહત્વ શું છે તે અંગે આઈપીએસ સફીન હસને જણાવ્યું છે. તે ઉપરાંત માતા અને માતૃભૂમિ માટે પણ તેમણે જણાવ્યું હતું. કયા પ્રકારે સર્વ ધર્મના ભણાવાતા પાઠને કારણે તે ગીતાજી પર બોલી શકે છે.