IPS સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસનો ભાવુક વિડિઓ શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 15:08:48

દિવાળી સહિતના પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ સમયે લોકો ખરીદી કરીને વહેલા ઘર  પહોચવા માટે ઉતાવળ કરતા હોય છે, આ તહેવારે અમદાવાદ  સહિતના શહેરમાં ભારે ભીડ જોવા મળે છે એવામાં આજે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને શેર કરેલા વીડિયો પરથી દેખાય છે. અહીં તેમણે દિવાળીના તહેવારમાં અમદાવાદ પોલીસને દિવાળીની તો શુભેચ્છાઓ આપી જ છે સાથે સાથે એવું પણ આશ્વાસન આપ્યું છે કે અમે અહીં તમને તમારા ઘર સુધી સમયસર અને સુરક્ષીત પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ.

તહેવારો સાથે કોઈ વ્યવહાર જ ન હોય તેવી કામગીરી પોલીસની 

દિવાળી અને બીજા તહેવારોમાં આપણે બધાને રજાઓ હોય છે પણ પોલીસ પોતાની કામગીરી કરતી નજરે પડતી હોય છે. એવો જ એક વિડિઓ અમદાવાદ ટ્રાફિક ડીસીપી સાફિન હસન દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અમદાવાદના ગીતા મંદિર ચાર રસ્તા પર કેટલાક જવાનો ટ્રાફિકનું નિયમ કરે છે તો કેટલાક જવાનોએ ભીડભાડમાં અટવાઈ પડેલા દિવ્યાંગ વ્યક્તિઓને ઓટોમાં બેસાડી તેમને જ્યાં જવું હતું ત્યાંની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત એક વીઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે તેઓ એક બંધ ઓટોને ધક્કા પણ મારી રહ્યા છે. તહેવારમાં ક્યાંય અટવાઈ પડેલા વ્યક્તિ માટે આ કેટલો હાંશકારો આપનારું છે તે તમે જાણો છો. આ વીડિયોમાં એવું પણ લખાય છે કે અમે આ રીતે ઉજવી અમારી દિવાળી. ટ્રાફિકનું નિયમન કરતાં ઉજવી અમે દિવાળી, દિવ્યાંગોને મદદ કરતા ઉજવી અમે દિવાળી, સેવા કરતા અમે મનાવી દિવાળી, આપ ઘરે સલામત પહોંચી જાઓ એ જ અમારી દિવાળી… સફીન હસને આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી કાર્યાલય, પીઆઈબી અમદાવાદ, અમદાવાદ પોલીસ અને ડીજીપી ઓફીસ અમદાવાદને પણ ટેગ કર્યા છે.

Image

IPS સફીન હસન જેઓ સોશિયલ મીડિયામાં જાણીતો ચહેરો 

સફીન હસન ઘણી વાર સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે નાની ઉંમરના IPS હોવાના કારણે તેઓની મોટિવેશનલ વિડિઓ પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે સફીન હસન અત્યારે અમદાવાદના ટ્રાફિક DCP છે અઠવાડિયા પહેલા પણ તેમનો અમદાવાદનો એક વિડિઓ ખુબ જ વાયરલ થયો હતો જેમાં એક નાનું બાળક તેમને સેલ્યુટ કરે છે અને હાથ મિલાવે છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?