સફીન હસન એક એવા આઈપીએસ ઓફિસર જે અનેક યુવાનાના ઈન્સપીરેશન છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. ગીતાની વાતો કરતા હોય તેવા વીડિયો છે. આઈપીએસ હસનની સાદગી અનેક વખત દેખાતી હોય છે. ત્યારે ફરી એક વખત સફીન હસનની સાદગી જોવા મળી છે. શક્તિપીઠ અંબાજીમાં તેમણે પરિવાર સાથે સામાન્ય માણસની જેમ દર્શન કર્યા હતા.
સૌથી નાની ઉંમરના IPS સફીન હશન પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા #ipssafinhasan #safinhasan #ips #ahmedabad #ambaji #ambajitemple #family #maamba #jamawat #jamawatupdate pic.twitter.com/ZjbanZGfGI
— Jamawat (@Jamawat3) December 16, 2023

પરિવાર સાથે અંબાજી માતાના કર્યા દર્શન
શક્તિપીઠ અંબાજીના જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મા સમક્ષ શીશ ઝુકાવવા માટે ઘણા બધા નેતાઓ અભિનેતાઓ અને vip આવતા હોય છે અને એટલે એની ચર્ચા પણ થતી હોય છે પણ આજે અંબાજીની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન આજે અંબા માના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.

ભાવનગર ખાતે થયું હતું તેમનું પ્રથમ પોસ્ટિંગ
અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા. એ ખૂબ મોટી વાત છે કારણ કે અમુક વાર તમે કોઈ હોદ્દા પર હોવ તો તમે વીવીઆઈપી કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે પણ સફિન હસને સામાન્ય માણસની જેમ ત્યાં દર્શન કર્યા. મંદિરના પૂજારીએ તેમને તિલક કર્યું તેમને માથું નીચે કરી અને તિલક પણ કર્યું પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે દર્શન પૂરા થયા ત્યારે એમને જે વાત કહી એ ખૂબ સુંદર હતી. તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે અંબા માના દર્શન કરીને ગયો હતો અને પછી ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આ દર્શન મને નવી ઉર્જા આપશે દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના અમે માતાજીને કરી છે.

સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો થયા છે વાયરલ
સફીન હસને નામ તો પોતાના મોટીવેશનલ વીડિયોઝ અને સૌથી નાના આઇપીએસ હોવાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી છે. એટલે લોકોને ઘણી બધી વાર ઘણા બધા સુંદર સંદેશ આપતા હોય છે સફીન હસન એ સાબિત કરે છે કે જો તમારા મનમાં ભગવાન, માતાજી પ્રતી આસ્થા હોય તો પછી કોઈપણ રેખાઓ તમને નડતી નથી.
