રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી, જી. એસ. મલિક બન્યા અમદાવાદના નવા કમિશનર


  • Published By :
  • Published Date : 2023-07-27 22:16:03

રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. IPS અધિકારીઓની બદલી મુદ્દે ગૃહ વિભાગમાં થઈ ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને એક વરિષ્ઠ અધિકારી સીએમ ઓફીસ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. જ્યારે અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ અધિકારીઓની કરાઈ બદલી


-જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર

- શમસેરસિંહ લો એન્ડ ઓર્ડરના DGP

- અનુપમસિંહ ગહેલોત વડોદરાના નવા CP

- પ્રેમવીરસિંહ અમદાવાદના નવા રેન્જ IG

- આર.બી બ્રહ્મભટ્ટ CIDના નવા ADG

- બ્રજેશકુમાર ઝા અમદાવાદ સેક્ટર-2ના નવા JCP

- બલરામ મીણા પશ્ચિમ રેલવેના નવા SP

- રાજદીપસિંહ ઝાલા દાહોદના પોલીસ કમિશનર

- વી.ચંદ્રશેખર સુરતના નવા રેન્જ IG

- એમ.એ ચાવડા GSRTCના નવા એક્સિ.ડિરેક્ટર

- અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી

-રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

-નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી 

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ  

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી  

 -વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી  

-હર્ષદ પટેલને ભાવનગર એસપી 

-રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-સાગર વાઘમારેને કચ્છ પૂર્વના એસપી 

-સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી 

-નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી 

 -જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી 

-વિજય પટેલની સાબરકાંઠા એસપી 

-ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી 

-ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી 

-હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં 

-રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી 

-એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં 

-ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી 

-બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી 

-તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી 

-ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી 

-વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી  

-નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી  



                                                                                                                                                                 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?