સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર, ફેશબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવું સામાન્ય બની ગયું છે. જો કે ઘણા બેજાબાજો તો ઉચ્ચ અધિકારીઓ અને મોટા નેતાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી દેતા હોય છે. સામાન્ય યુઝર્સ સાથે છેતરપિંડી આચરવા માટે આ પ્રકારના એકાઉન્ટ બનાવવામા આવે છે. રાજ્યના ઉચ્ચ IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બનતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ખુદ હસમુખ પટેલે પોતાના નામે ખોટું ફેસબુક આઈડી બન્યું હોવાની માહિતી પોતાના ઑફિશિયલ ટ્વિટર પેજ પર પણ શેર કરી છે.
મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 20, 2023
IPS હસમુખ પટેલે કરી જાણ
મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 20, 2023IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનતા તેમણે આ અંગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.
નોંધાઈ ફરિયાદ
એડિજીપી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બન્યું છે. ફેસબુકમાં ફેક અકાઉન્ટ મામલે એડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ સાથે જ તેમના ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી છે.
શા માટે ફેક એકાઉન્ટ?
લેભાગુ તત્વો દ્વારા પૈસા પડાવવાના બદઈરાદાથી આ પ્રકારના ફેક એકાઉન્ટ બનાવવામા આવતા હોય છે. રાજ્યના અનેક IPS અધિકારીઓ, IAS અધિકારીઓ અને રાજનેતાઓના પણ નકલી એકાઉન્ટ બની ચુક્યા છે અને આવા ફેક એકાઉનેટથી ઘણા લોકો પણ છેતરાઇ ચુક્યા છે. વિવિધ નકલી એકાઉન્ટમાંથી મેસેજ આવે છે અને સામાન્ય વાતચીત બાદ પૈસાની માંગણી કરવામાં આવે છે. લોકો પણ ઉચ્ચ અધિકારી કે નેતા હોવાથી વિશ્વાસ રાખીને પૈસા આપતા હોય છે. પાછળથી છેતરાયા હોવાની લાગણી થાય છે. અનેક નેતાઓ અને અધિકારીઓ છેંતરપીડી આચરતી ગેંગનો ભોગ બની ચુક્યા છે પરંતુ હજી સુધી કોઇ પણ કાર્યવાહી થઇ નથી. પોલીસ આવા તત્વોને ઝડપવામાં ક્યાં ઉણી ઉતરે છે તે મોટો તપાસનો વિષય છે.