જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગત જાન્યુઆરી મહિનામાં ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખોટી તારીખ વાઈરલ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023ના રોજ યોજાશે તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જો કે હવે આ અંગે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.
હસમુખ પટેલે શું ટ્વિટ કર્યું?
જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સંભાળી રહેલા IPS અધિકારી હસમુખ પટેલે પરીક્ષાની તારીખને લઈ ટ્વિટ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત પંચાયત સેવા મંડળે પણ ખુલાસો કરીને જણાવ્યું છે કે અમે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર કરી નથી. વધુમાં જણાવ્યું કે, આ વાયરલ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી.